Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

રીયલ એસ્‍ટેટ ક્ષેત્ર માટે ‘ક્‍વિક બિલ્‍ડ કોન' એપ બનાવનાર કિશોરભાઇ હાપલીયાને મોસ્‍ટ ઇનોવેટીવ એવોર્ડ

અમદાવાદ : તાજેતરમાં ન્‍યુઝ ૧૮ ગુજરાતી દ્વારા અમદાવાદ ખાતે યોજવામાં આવેલ શ્રેષ્‍ઠીઓના સન્‍માન દરમિયાન ‘ક્‍વિક બિલ્‍ડ કોન' એપ બનાવનાર કિશોરભાઇ હાપલીયાનું ‘મોસ્‍ટ ઇનોવેટીવ એપ્‍પ ફોર રીયલ એસ્‍ટેટ' એવોર્ડથી ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીના હસ્‍તે સન્‍માન કરાયુ હતુ. તેમણે બનાવેલ આ એપ રીયલ એસ્‍ટેટ ક્ષેત્રે બહુ ઉપયોગી બને તેવી છે. એફએમસીજી, ઓટોમોબાઇલ ક્ષેત્રના અનુભવોના નિચોડ તેમણે આ એપમાં બતાવ્‍યો છે. આ એપ્‍લીકેશનમાં ફ્રી રજીસ્‍ટ્રેશન કરાવી પ્રોપર્ટી ખરીદનાર કે વેચનાર ડાયરેકટ એકબીજાના સંપર્કમાં આવી શકે છે. કોઇપણ પ્રોપર્ટી લે-વેચ કે ભાડે આપવા માટે કે રીયલ એસ્‍ટેટને લગતી કોઇપણ માહીતી માટે આ એપ ઉપયોગી બની રહે તેમ છે. નેશનલ કક્ષાનું પ્‍લેટફોર્મ પુરૂ પાડે છે. મોબાઇલમાં પણ એપ ડાઉનલોડ કરી શકાય છે. આ એપમાં ઓનર, બ્રોકર, બિલ્‍ડર માટે પ્રોપર્ટીનું ફીચર રાખવામાં આવ્‍યુ છે. નોકરી કે કામ શોધનાર માટે પણ આ એપમાં માહીતી મળી રહે છે. ૨૦૨૩ સુધીમાં ૨૦ લાખ યુઝર્સનો ટાર્ગેટ કિશોરભાઇએ સેવ્‍યો છે. તેમના આ સશકત અને સબળ પ્‍લેટ ફોર્મ ક્‍વિક બિલ્‍ડ કોન બદલ ન્‍યુઝ ૧૮ ગુજરાતી ચેનલ દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યુ હતુ.

(3:44 pm IST)