Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

સૌરાષ્‍ટ્રના ભૂતપૂર્વ વિખ્‍યાત રણજી ખેલાડી વિકેટકીપરબેટસમેન જશવંત બકરાણીયાનું દુઃખદ અવસાન

ક્રિકેટ જગતમાં ઘેરો શોક શ્રધ્‍ધાંજલી પાઠવતા નિરંજન શાહ-મહેન્‍દ્ર રાજદેવ : ગઇકાલે બેંગલોરમાં અંતિમ શ્‍વાસ લીધાઃ તેઓ પ૬ મેચ રમ્‍યાઃ ૩૧૩૭-રન અને પ૧ સ્‍ટમ્‍પીંગ-૧ર કેચની કારકિર્દી

રાજકોટ તા. ૧૬: વિતેલા જમાનાના વિખ્‍યાત ક્રિકેટર અને સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસો. તથા ગુજરાત તરફથી ફર્સ્‍ટ કલાસ મેચ રમનાર વિખ્‍યાત ભૂતપૂર્વ રણજી ખેલાડી-કપ્‍તાન તથા ઓપનર અને વિકેટકીપર જશવંત બકરાણીયાનું ગઇકાલે બેંગલોર ખાતે ૭૪ વર્ષની વયે દુઃખદ અવજસાન થતા ક્રિકેટ જગતમાં ઘેરો શોક છવાયો છે, તેમના નિધન બદલ સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસો.ના શ્રી નિરંજન શાહ, જયદેવ શાહ, મહેન્‍દ્ર રાજદેવ, મહેશ ચૌહાણ, અરવિંદભાઇ પૂજારા સહિતા ભૂતપૂર્વ સ્‍ટાર ખેલાડીઓ-વર્તમાન ખેલાડીઓ તથા અગ્રણીઓએ ઉંડા દુઃખની લાગણી વ્‍યકમત કરી શ્રધ્‍ધાંજલી પાઠવી હતી.

જશવંત બકરાણીયા સૌરાષ્‍ટ્ર અને ગુજરાત તરફથી ૧૯૭૦-૭૧ થી ૧૯૮૩-૮૪ દરમિયાન રણજી સહિત પ૬ ફર્સ્‍ટ કલાસ મેચ રમ્‍યા હતા, તેમણે પ૬ મેચમાં પ સેન્‍ચુરી સાથે ૩૧૩૭-રન બનાવ્‍યા હતા, એક અચ્‍છા વિકેટ કીપર સંદર્ભે તેમણે સ્‍ટમ્‍પ પાછળ પ૧ કેચ અને ૧ર સ્‍ટમ્‍પીંગ કર્યા હતા, તેમનો હાઇએસ્‍ટ સ્‍કોર ૧પ૪-રહ્યો હતો.

તેઓ સૌરાષ્‍ટ્રની રણજી ટ્રોફી ટીમના કપ્‍તાન રહી ચૂકયા હતા, આફ્રિકામાં તેમનો ૧૦ નવેમ્‍બર ૧૯૪૮માં ઝીંઝા ખાતે જન્‍મ થયો હતો, ત્‍યાંથી તેઓ રાજકોટ સેટ થયા હતા. SCAના તમામ સભ્‍યોએ જશવંત બકરાણીયાના ભાઇ અશ્‍વિનભાઇને મળી સાંત્‍વના પાઠવી હતી, અને ઉંડા દુઃખની લાગણી વ્‍યકત કરી હતી.

(11:38 am IST)