Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

આવતીકાલથી એક સપ્‍તાહ મેઘરાજાનો વિરામ

અત્‍યાર સુધી ઉત્તર ગુજરાત ૧૨૦, દક્ષિણ ગુજરાત ૧૧૯, મધ્‍ય ગુજરાત ૯૨, કચ્‍છ ૧૭૮ અને સૌરાષ્‍ટ્રમાં ૧૦૬ ટકા સરેરાશ વરસી ગયો : આજનો દિવસ વરસાદની ગતિવિધી રહેશેઃ અશોકભાઈ પટેલ

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર- કચ્‍છ- ગુજરાતમાં આજનો દિવસ વરસાદની ગતિવિધી જોવા મળશે. આવતીકાલથી મેઘરાજા વિરામ લેશે. વરસાદી સિસ્‍ટમ્‍સ પૂર્વ તરફ ખસે છે જેથી ઉત્તરપ્રદેશ, મધ્‍યપ્રદેશ, મહારાષ્‍ટ્રમાં વરસાદી માહોલ જોવા મળશે. તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું હતું.
તેઓએ જણાવેલ કે વરસાદનો સારો રાઉન્‍ડ સૌરાષ્‍ટ્ર ગુજરાતમાં આવી ગયો. મુખ્‍ય રાઉન્‍ડ વરસાદ નોંધાયેલ જે પૈકી ગઈકાલે ૧૦૩ તાલુકામાં ૧૦મીમી કે તેથી વધુ નોંધાયેલ.
ગુજરાતમાં વરસદામાં વરસાદની આ મુજબ છે. નોર્થ ગુજરાત ૧૨૦.૫ ટકા, દક્ષિણ ગુજરાત ૧૧૯ ટકા, મધ્‍ય ગુજરાત ૯૨ ટકા (નબળુ દાહોદ ૬૫ ટકા), કચ્‍છ ૧૭૮ ટકા સૌરાષ્‍ટ્રમાં ૧૦૬ ટકા, (સુરેન્‍દ્રનગર ૮૫ ટકા, ભાવનગર ૮૬ ટકા ઓછો)
બંગાળની ખાડીવાળી સિસ્‍ટમ્‍સ નોર્થ વેસ્‍ટ એમી.પી. સુધી આવેલ હતી. તે હવે ઉત્તરપ્રદેશના મધ્‍ય ભાગો ઉપર છે. તેને અનુસંગીક અપરએર સાયકલોનિક સરકયુલેશન ૫.૮ કિ.મી.ના લેવલનું છે. એક વે.ડી. ગઈકાલે ૭૧ ડીગ્રી ઈસ્‍ટ અને ૨૭ નોર્થ ઉપર હતું. તે આજે ૭૫ ડીગ્રી પૂર્વ તરફ જાય છે.
જયારે મોનસૂનટ્રફ બીકાનેર, જયપુર, વેલમાર્ક લો- પ્રેસર, ગોરખપુર, પટના, આસામ ઉપર છે.
એક ટ્રફ નોર્થ ઈસ્‍ટ અરબી સમુદ્ર અને નોર્થ કોંકણ, દ.ગુજરાત અને પ.એમ.પી. ત્‍યાથી યુ.પી. સુધી જાય છે. વરસાદ પૂર્વ તરફ જાય છે. જેથી આજનો દિવસ વરસાદની ગતિવિધી રહેશે.
વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૧૬ થી ૨૩ સપ્‍ટેમ્‍બર સુધીની આગાહી કરતાં જણાવેલ કે  સૌરાષ્‍ટ્ર- કચ્‍છમાં તા.૧૬ થી ૨૩ કોસ્‍ટલ સૌરાષ્‍ટ્ર અને પૂર્વ સૌરાષ્‍ટ્ર છુટાછવાયા ઝાપટા હળવો મધ્‍યમ આજનો દિવસે. ત્‍યારબાદના આગાહીના દિવસ આઈસોલેટેડ એક- બે દિવસ ઝાપટા વરસાદની માત્રા અને વિસ્‍તાર ઘટશે.
નોર્થ ગુજરાતમાં આગાહી સમયમાં છુટાછવાયા ઝાપટા હળવો અમુક દિવસ. મધ્‍ય ગુજરાત છુટાછવાયા ઝાપટા હળવો આઈસોલેટેડ  મધ્‍યમ આજે ત્‍યારબાદ છુટો છવાયો.
દ.ગુજરાતમાં છુટાછવાયા ઝાપટા હળવો મધ્‍યમ આજે બાકીના આગાહી સમયના દિવસોમાં છુટાછવાયા ઝાપટા હળવો વરસાદ પડશે.

 

(11:07 am IST)