Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

સરકાર ટેકાના ભાવે મગ, મગફળી, અડદ વગેર ખરીદશેઃ તા.૨૫મીથી નોંધણી

ગાંધીનગર, તા.૧૬: કળષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્‍યું છે કે, વર્ષ ૨૦૨૨-૨૩માં પ્રાઇઝ સપોર્ટ સ્‍કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ, તા.૨૯ ઓકટોબર-૨૦૨૨થી ૯૦ દિવસ સુધી કરવાનો રાજ્‍ય સરકારે ખેડૂત હિતલક્ષી મહત્‍વનો નિર્ણય કર્યો છે.

આ અંગે વધુ વિગતો આપતાં મંત્રીશ્રીએ કહ્યું કે, ખેડૂતોના હિતને ધ્‍યાને રાખી ખરીફ ઋતુમાં પાકનું ટેકાના ભાવે ખરીદીનું રાજ્‍ય સરકારનું સઘન આયોજન છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ટેકાના ભાવે ખરીદી માટે સેન્‍ટ્રલ નોડલ એજન્‍સીને મદદરૂપ થવા રાજ્‍ય નોડલ એજન્‍સી તરીકે ગુજકોમાસોલની નિમણૂંક કરવામાં આવી છે. ખેડૂતોએ તા.૨૫ સપ્‍ટેમ્‍બર થી તા.૨૪ ઓકટોબર, ૨૦૨૨ દરમિયાન નોંધણી કરાવવાની રહેશે. ખેડૂતોની નોંધણી ગ્રામ્‍ય કક્ષાએથી ઇ-ગ્રામ કેન્‍દ્રો પરથી સ્‍ઘ્‍ચ્‍ મારફતે કરવામાં આવશે.

કેન્‍દ્ર સરકાર દ્વારા ખરીફ વર્ષ ૨૦૨૨-૨૩ માટે મગફળીનો ટેકાનો ભાવ રૂ.૫,૮૫૦, મગનો રૂ. ૭,૭૫૫, અડદનો રૂ.૬,૬૦૦ અને સોયાબિનનો રૂ.૪,૩૦૦ પ્રતિ ક્‍વિન્‍ટલ જાહેર કરવામાં આવ્‍યો છે.

(11:06 am IST)