Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

રાજપીપળામાં જિલ્લાનાં વિવિધ કર્મચારી મંડળનાં 17 સપ્ટેમ્બરનાં માસ સી.એલ.કાર્યક્રમને લઇ મિટિંગ યોજાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા તથા અન્ય પ્રશ્નો સંદર્ભે જિલ્લાના વિવિધ કર્મચારી મંડળના 2000 થી વધુ કર્મચારીઓ અગાઉ એકસાથે રસ્તા ઉપર ઉતરી જઈ સરકાર વિરોધી નારા લગાવી રેલી કાઢી મુખ્ય મંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
મોટી સંખ્યામાં એકઠા થયેલા કર્મચારીઓ એ સરકાર ને આવેદનમાં જણાવ્યું કે અભણ અને 8 પાસ ધારાસભ્યો અને સાંસદો આખી જિંદગી પેન્શન લે છે જ્યારે જે કર્મચારીઓ ભણીગણી સરકારી નોકરી મેળવે છે તેને પેન્શન નહિ આપવાનું એ કેવો કાયદો.? અમે 40 વર્ષ સરકારી કામગીરી માટે પરસેવો પાડી અને છેલ્લે પેન્શનના આપતી આ સરકારને આગામી ચૂંટણીમાં માઠા પરિણામો ભોગવવા તૈયારી રાખાવાની ચીમકી પણ આપી હતી ત્યારબાદ પણ સરકારે માંગણીઓ બાબતે કોઈ નિર્ણય નહીં લેતા આગામી તારીખ 17 સપ્ટેમ્બરે વિવિધ કર્મચારી મંડળ દ્વારા માસ સી. એલ.પર જવા બાબતે રાજપીપળા રાજેન્દ્ર હાઈસ્કૂલ ખાતે એક મિટિંગ યોજી સરકાર સામેની આગામી રણનીતિ બાબતે ચર્ચા કરી હતી.

(11:26 pm IST)