Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

ધમણાચા ગામના ખેતરમાંથી ખાતરની ગુણો સહિતના રૂ.18.200 નાં સામાનની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ધમણાચા ગામના ખેતરમાંથી સામાનની ચોરી થવા બાબતે ખેતર માલિકે ફરિયાદ આપતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો છે

મળતી માહિતી અનુસાર નયનભાઈ જયંતીભાઈ પટેલ,રહે.ધમણાચા નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેમના ખેતરમાં બનાવેલ પાકી ઓરડીમાં તેમણે મુકેલ ખાતરની ૨૫ કિલો ગ્રામ ની ૧૦ થેલીઓ જેની કિં.રૂ .૧૦,૫૦૦-તથા બેટરી સાથેનુ ઝાટકા મશીન કિ.રૂ .૭,૨૦૦-તથા ૨૦૦ મી.લી પાણી ભરવાનુ ડ્રમ કિ.રૂ .૫૦૦-નુ મળી કુલ કિંમત રૂ .૧૮,૨૦૦ ની કોઇક અજાણ્યા ચોર ઇસમે તેમના ખેતરમાં ઓરડીના દરવાજાનો નચુકો તોડી ચોરી કરી લઇ જઇ ગુનો કરતાં પોલીસે અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

(11:24 pm IST)