Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

સોલીયાગામે સગીરાને ગર્ભવતી બનાવી આપઘાત કરવા મજબૂર કરનાર સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા)- રાજપીપળા : નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના સોલિયા ગામે એક સગીર વયની દીકરીને પ્રેમ જાળ માં ફસાવી ગર્ભવતી બનાવી તરછોડી મૂકતા સગીરા એ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું
સોલિયા ગામ માં બનેલી ઘટના માં મળતી માહિતી મુજબ ઇન્દ્રમણી દલસુખભાઇ વસાવા( રહે સોલીયા , ગાયત્રી મંદિર ફળીયુ તા.દેડીયાપાડા જિલ્લો નર્મદા )નાઓએ મરનાર સગીરા સાથે પ્રેમ સબંધ રાખી શરીર સબંધ બાંધી ગર્ભવતી કરી ડીલીવરી થયા બાદ અવાર નવાર તુ બીમાર જેવી દેખાય છે જેથી હું તને અમારા ઘરે રાખવાનો નથી અને તારી દિકરીને અહી મુકી જવી હોય તો મુકી જા .  તેવુ કહી ગાળૉ આપી કાઢી મુકી સગીરાને મરવા માટે મજબુર કરતા સગીરા એ પોતાના ઘરે પોતાની જાતે ઝેરી દવા પી જતા રાજપીપલા સરકારી દવાખાનામાં સારવાર દરમ્યાન મોત નિપજતાં પોલીસે બળાત્કાર સહિતનો ગુનો દાખલ કર્યો છે

(11:22 pm IST)