Gujarati News

Gujarati News

News of Friday, 16th September 2022

આશ્રમશાળાના કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ બાબતે નર્મદા કલેકટરને આવેદન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ચૂંટણી પહેલાં કેટલાક વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ મુદ્દે આંદોલન ચલાવી સરકારને ઢંઢોળવા પ્રયાસ કરે કરે છે જેમાં આજરોજ જિલ્લાની આશ્રમ શાળાના કર્મચારીઓ એ પણ તેમના પ્રશ્નોના ઉકેલ માટે કલેકટર ને આવેદન આપી રજૂઆત કરી છે કે ભારતીય બંધારણનાં માર્ગદર્શન સિધ્ધાંતોના અમલીકરણના ભાગરુપે શિડયુલ એરીયામાં આદિવાસી તથા પાછતવર્ગ સમાજના ગરીબ બાળકોના શિક્ષણ અને સંસ્કાર સિંચન અર્થે ગુજરાત ભરના જિલ્લાઓમાં આદિજાતિ વિકાસ વિભાગ અને સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ગ્રાન્ટ ઈન એઈડના ધોરણે સ્વૈચ્છિક સંસ્થાઓ આશ્રમશાળા ઓ ચલાવે છે . આ આશ્રમશાળાઓના કર્મચારીઓ ૨૪ કલાક સ્થળ ઉપર નિવાસ કરી પોતાની ફરજ અદા કરે છે તેમના ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ આવ્યો નથી પ્રશ્નોના ઉકેલ માટે રાજય આશ્રમશાળા કર્મચારી સંઘ મારફત સરકારમાં વારંવાર રજુઆતો થઈ છે તે ઉપરાંત સરકારના આમંત્રણથી સંઘના પ્રતિનિધિઓ સાથે મીટીંગો પણ યોજાઈ હતી . છતાં પ્રશ્નોનો ઉકેલ આજ દિન સુધી મળેલ નથી માટે અમારા પ્રશ્નોના ઉકેલ લાવવા યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી છે

(11:20 pm IST)