Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

૯.૨૫ કિમીની લંબાઈની નહેરમાં મરામત કામગીરી

ખેડૂતો સુધી સરળ રીતે પાણી

અમદાવાદ,તા.૧૮: રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્થાપના દિન ૧-મેથી રાજ્યભરમાં સુજલામ સુફલામ અભિયાનનો શુભારંભ કરાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અભિયાનનો શુભારંભ કરાવ્યા બાદ તા. ૧૬-મે સુધીના પ્રથમ ૧૬ દિવસમાં નર્મદા યોજનાનો કેનાલ નેટવર્કમાં સફાઈ અને મરામતની કામગીરીમાં જનશક્તિનું વિરાટ દર્શન થઈ રહ્યું છે. સુજલામ સુફલામ જળસંચય અભિયાન સંદર્ભે રાજ્યના નર્મદા નિગમની યાદીમાં  જણાવ્યાનુસાર રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનાના કેનાલ નેટવર્કમાં પણ સફાઈ તેમજ મરામતના કામ પૂરજોશમાં ચાલી રહ્યા છે. રાજ્યના ૧૬ જિલ્લાઓના ૬૫ તાલુકામાં હાથ ધરાયેલી સઘન કામગીરી અંતર્ગત તા. ૧૬ મે સુધીમાં ૪૧૦૦  કિમી લંબાઈની નર્મદા નહેરમાં સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કિસાનોએ નહેર સફાઈની કામગીરીમાં અભૂતપૂર્વ પ્રતિસાદ આપીને વિરાટ જનશક્તિના દર્શન કરાવ્યા છે. આ જ રીતે ૨૫૭૭ કેનાલ સાયફનની સફાઈ કામગીરી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત આ અભિયાન અંતર્ગત નહેરની મરામતની કામગીરી પણ હાથ ધરાઈ છે જે અનુસંધાને ૯૨૫ કિમી લંબાઈની નહેરમાં મરામતની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત જનસહભાગિતાથી કરવામાં આવેલી આ કામગીરીના કારણે નહેરમાં સરળતાથી પાણીનો પ્રવાહ વહી શકશે એટલું જ નહીં છેવાડાના ખેતર સુધી સતત પાણી ઉપલબ્ધ થઈ શકશે. કામગીરીથી કમાન્ડ વિસ્તારના ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઈ હતી.

(9:57 pm IST)