Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

અંકલેશ્વરના વાલિયા રોડ પર દુર્લભ પ્રજાતિનો કોબ્રા મળી આવતા લોકોમાં ભયનો માહોલ

અંકલેશ્વર:નાં વાલિયા રોડ ઉપર આવેલી અંબે ગ્રીન સોસાયટીનાં પાછળનાં ભાગેથી એક દુર્લભ પ્રજાતનો કોબ્રા મળી આવ્યો છે જેને જોતાં સ્થાનિક લોકોમાં કૂતુહલ સર્જાયું હતું. કોબ્રા ફક્ત કાળા રંગના જ નથી હોતા પરંતુ તેની એક દુર્લભ જાતિ પણ મળી આવે છે. ખેતરમાંથી રેર પ્રજાતિનો એલ્બિનો ક્રોબા સાપ પકડાયો હતો. જેને પ્રાણી ક્રૂરતા નિવારણનાં કાર્ય સાથે સંકળાયેલા યુવાનોએ પકડીને સુરક્ષિત સ્થળો છોડી મૂક્યો હતો.

ભારતના કોબ્રા દુનિયાભરના ઝેરીલા સાંપોમાંથી એક છે.ત્યારે દુર્લભ પ્રજાતિનો ગણાતો અલ્બિનો કોબ્રા એટલે કે સફેદ-પિંક કોબ્રા મળી આવ્યો છે. આ કોબ્રાનો રંગ પિંક કલરનો અને આંખો લાલ કલરની છે. વાલિયા રોડ ઉપર આવેલી અંબેગ્રીન સોસાયટીની પાછળ આ દુર્લભ કોબ્રા દેખાતાં સ્થાનિક લોકોએ પ્રાણી ક્રૂરતા નિવારણ સાથે કાર્યરત સંજય પટેલ, શૈલેષ રાઠોડ અને પંકજ વસાવાનો સંપર્ક કર્યો હતો. આ ત્રણ મિત્રોએ ખેતરમાંથી પકડેલા સાપને રેર પ્રજાતિનો એલ્બિનો કોબ્રા છે.

(5:42 pm IST)