Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ગુજરાતની સૌથી લાંબી તિરંગા યાત્રા

ગઇકાલે સ્‍વાતંત્ર્યદિનના અવસરે સુરતના લોકોએ ૧.૧ કિલો મીટર લાંબા અને ૯ ફુટ પહોળા તિરંગા સાથે તિરંગાયાત્રા કાઢી હતી. દેશનો આ સૌથી લાંબો રાષ્‍ટ્રધ્‍વજ હોવાનું કહેવાય છે. આ રાષ્‍ટ્રધ્‍વજ સાથે પાંચ કિલો મીટર લાંબી શાન-એ-તિરંગાયાત્રા નીકળી હતી અને એનું આયોજન અગ્રવાલ વિકાસ ટ્રસ્‍ટે કર્યુ હતું. આ રાષ્‍ટ્રધ્‍વજને પ૦૦૦ મીટર લાંબા કાપડમાંથી ર૦૦ જણે માત્ર ૧ર દિવસમાં તૈયાર કર્યો હતો. ગુજરાતની આ સૌથી લાંબી તિરંગાયાત્રા બની ગઇ હતી.

(4:35 pm IST)