Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

SOG જેવી મહત્‍વની બ્રાંચમાં ૩૩માંથી ૧૮ જીલ્લામાં PIને બદલે PSIથી ગાડું ગબડાવતાં ભારે નારાજી

ભૂતકાળમાં પણ એક કાર્યક્રમ રેન્‍જ ડીઆઇનુ એ વિવાદાસ્‍પદ PSIને મૂકાતાં રોષ વ્‍યકત કરેલો :ગુજરાતભરના રેન્‍જ વડાઓને તાકીદે લક્ષ વહેંચતાં ગુપ્તચરવડા આર.બી.બ્રહ્મભટ્ટ

 

રાજકોટ, તા.૧૬: રાજયના ૩૩ જીલ્લાઓમાંથી ૧૮ જીલ્લાઓમાં અને શહેરમાં સ્‍પેશ્‍યલ ઓપરેશન ગૃપના પીઆઇની જગ્‍યા પી એસઆઇથી ચાલે છે. ગુજરાત આઇબી (ગુપ્તચર વિભાગ)ના ઇન્‍ચાર્જ વડા આર.બી. બ્રહ્મભટ્ટે જે જીલ્લાઓમાં એસઓજી (સ્‍પેશ્‍ય ઓપરેશન ગૃપ) પીએસઆઇથી ચલાવવામાં આવે છે તે તમામ જીલ્લાના ડીએસપીને ૭ દિવસમાં પીઆઇની નિમણુંક કરવાનો આદેશ કર્યો છે. આઇબીના ઇન્‍ચાર્જ વડાના આ હુકમથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

આ અંગે તમામ રેન્‍જના આઇજી અને ડીઆઇજીને પણ ધ્‍યાન રાખવાનો સૂચના કરવામાં આવી છે. જે જીલ્લાઓમાં  સ્‍પેશ્‍યલ ઓપરેશન ગૃપમાં પીએસઆઇ છે તેવા જીલ્લાઓમાં અમદાવાદ ગ્રામ્‍ય, સાબરકાંઠાં, અરવલ્લી, મહેસાણા, દાહોદ, મહિસાગર, નર્મદા, છોટાઉદેપુર, સુરત, ગ્રામ્‍ય, ડાંગ, પોરબંદર, ભાવનગર, બોટાદ, અમરેલી, ગીર-સોમનાથ, જુનાગઢ, જામનગર, સુરેન્‍દ્રનગર અને વડોદરા શહેરનો સમાવેશ થાય છે.

અત્રે એ યાદ રહે કે  સ્‍પેશ્‍યલ ઓપરેશન ગૃપ SOG ની બ્રાંચ ખૂબજ મહત્‍વની હોય છે, તાકીદની પરિસ્‍થિતિમાં તેઓએ મીલ્‍ટ્રી' જેવી કામગીરી કરવાની આવેલ રાખવામાં આવે છે, SOG બ્રાંચમાં નિમણુંક આપણાં અગાઉ રેકોર્ડ તપાસવો ખૂબ જરૂરી બની રહે છે.

થોડો સમય અગાઉ જ કાયદાના સંકજામાં ફસાયેલા એક પોલીસ ઇન્‍સ્‍પેકટરને જેને જીલ્લાની ફરજ દરમ્‍યાન તેમને લ્‍બ્‍ઞ્‍ માં પોસ્‍ટીંગ અપાતાં તે રેન્‍જના કાર્યદલવડાને સંબંધક ભ્‍ત્‍ની નીતિ રીતિથી વાકેફ હોવાથી ખૂબ નારાજી થઇ હતી, આમ લ્‍બ્‍ઞ્‍નું સ્‍થાન ખૂબ મહત્‍વનું અને આતંકવાદી ગતિવિધિઓ, શંકમંદ હિલચાલો પર નજર રાખવા જેવી કામગીરી તેમના હસ્‍તક હોવાથી ખૂબ મહત્‍વની બ્રાંચ મનાય છે.

(11:48 am IST)