Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

બાળકો માટે હવે રિમોટ કંટ્રોલ્ડ સીલિંગ ફેન રજૂ

ઉષાના ફેન ભારે આકર્ષણ જમાવશે

અમદાવાદ, તા.૧૬ : ભારતની અગ્રણી કન્ઝયુમર ડ્યુરેબલ્સ કંપની ઉષા ઈન્ટરનેશનલે સમર સીઝનની આગળ કિડ્સ ફેનની તેની મોજૂદ શ્રેણીને મજબૂત બનાવી છે. ઉષા કંપની દ્વારા બાળકો માટે ભારતના સૌપ્રથમ રિમોટ- કંટ્રોલ્ડ સીલિંગ ફેન રજૂ કરવામાં આવ્યા છે. જે બાળકોમાં બાર્બી, છોટા ભીમ અને ડોરાઇમોન જેવા બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર ટૂન પાત્રો સાથેના આ ફેન ભારે આકર્ષણ જમાવશે. આ રેન્જનું લક્ષ્ય બાળકો જેને પોતાનું વિશેષ સ્થાન ગણાવે છે તેમાં તેમને અનુકૂળ મોજીલા સ્પર્શનો ઉમેરો કરવાનું છે, જે ફેન્સમાં બાર્બી, છોટા ભીમ અને ડોરાઈમોન સહિતનાં તેમનાં બેસ્ટ ફ્રેન્ડ ફોરેવરનો સમાવેશ થાય છે. કટ્ટર બાર્બી ચાહકો હવે નવી બાર્બી થીમ ડ્રીમટોપિયા સાથે અનુકૂળ તૈયાર કરવામાં આવેલા ફેનની પસંદગી કરી શકે છે અને તમારી ખુશીનો કોઈ પાર નહીં રહેશે. નાના બાળકો અને છોકરાઓ સપનાં જોવાનું સાહસ કરે છે તેમને માટે છોટા ભીમ રેન્જ છે, જ્યારે ડોરાઈમોન ફ્લાયઅવે રેન્જ રમતગમત અને સાહસના શોખીનો માટે તૈયાર કરવામાં આવી છે. આ લોન્ચ પર બોલતાં ઉષા ઈન્ટરનેશનલ લિ.ના ઈલેક્ટ્રિક ફેન્સ અને પંપ્સના પ્રેસિડેન્ટ શ્રી રોહિત માથુરે જણાવ્યું હતું કે, ઉષામાં અમે સતત ઉત્ક્રાંતિ પામતા પ્રવાહો સાથે અનુકૂળ પ્રોડક્ટો રજૂ કરવાનો પ્રયાસો કરીએ છીએ.

બાળકો માટે અમારા નવા રજૂ કરવામાં આવેલા ફેન બાળકોની કલ્પનાઓને જીવંત રાખે છે અને નવી થીમ આસપાસ છે. ઉષા યુવા ઉંમરથી બ્રાન્ડ જોડાણ નિર્માણ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને ટૂન પાત્રો સાથે કિડ્સ રેન્જ રજૂ કરનારી અવ્વલ બ્રાન્ડ રહી છે. અમે વર્ષભર સેગમેન્ટ્સમાં વધુ પ્રોડક્ટો રજૂ કરવાનું ચાલુ રાખીશું. ત્રણ વર્ષ અને આઠ વર્ષ વચ્ચે વયજૂથમાં બાળકો માટે ખાસ તૈયાર કરવામાં આવેલી આ ફેન્સની રેન્જ ૨ વર્ષની વોરન્ટી અને ઉષા એરોસ્વિચ નામે રિમોટ કંટ્રોલ સાથે આવે છે. ભારતભરમાં મળતી ફેન્સની ઉષા કિડ્સ રેન્જની કિંમત રૂ. ૪૫૦૦માં પોષાય તેવા દરે ઉપલબ્ધ બનાવવામાં આવશે.

(9:30 pm IST)