Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

વડોદરાની સરકારી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીનું અપહરણ કરનાર ઝાલોદના યુવક વિરુદ્ધ ફરિયાદના આધારે તપાસ શરૂ

વડોદરા: શહેરની સરકારી હોસ્ટેલમાં રહી ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું ઝાલોદના વિદ્યાર્થી દ્વારા અપહરણ કરાયું હોવાની ફરિયાદને આધારે પોલીસે ત્રણ ટીમો મોકલી તપાસ હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લાની વિદ્યાર્થિની વડોદરામાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરવા માટે આવી હતી અને સરકારી હોસ્ટેલમાં રહેતી હતી.બનાવના દિવસે પરિક્ષા હોવા છતાં તે બીમારીનું બહાનું કાઢી હોસ્ટેલમાં રહી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે,આ વિદ્યાર્થિની ગઇ તા.૧૩મીએ બપોરે ૧૨.૩૦ કલાકે કામ માટે જવાનું બહાનું કાઢી હોસ્ટેલમાંથી લાપત્તા થઇ જતાં તેના વાલીએ ફરિયાદ નોંધાવી હતી.

(5:40 pm IST)