Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

વડોદરામાં માતાએ ૩ પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યોઃ ૪ સંતાનો અને માતા સંપૂર્ણ સ્‍વસ્થ અને તંદુરસ્ત

વડોદરાઃ ઘણીવાર જોડ્યા બાળકોનો જન્મ થયો હોવાની ઘટનાઓ જાણવા મળે છે ત્યારે કેટલીકવાર ૨ કરતા વધુ સંતાનો જન્મ્યા હોય તેવી ઘટનાઓ પણ જાણવા મળે છે. ત્યારે આવા બનાવોમાં સામાન્ય રીતે માતા અને સંતાનોને કેટલીક ખાસ તબીબી સારવાર આપવી પડતી હોય છે. જેમાં બાળકોને બોક્સમાં મુકવામાં આવે છે અને માતાને પણ ખાસ તબીબી સારવાર આપવી પડે છે પરંતુ તાજેતરમાં વડોદરા શહેર વાડી વિસ્તારમાં એક મહિલાએ ત્રણ છોકરા અને એક છોકરી મળી ૪ સંતાનોને જન્મ આપેલ છે.નઝમા નામની મહિલા આ ઘટના બાદ ખુશ હોવાનું જણાવ્યું હતું તેમજ તબીબોએ જણાવ્યું હતું કે ચાર સંતાનો અને માતા સંપૂર્ણપણે સ્વસ્થ અને તંદુરસ્ત છે.

(5:17 pm IST)