Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ખેલાડીઓ, ખેલ મહાકુંભ તમારી રાહ જુએ છેઃ રજીસ્ટ્રેશન પ્રારંભ

કુલ ૩પ સ્પર્ધાઓઃ આ વર્ષે રોલબોલ અને ધોડેસવારીનો ઉમેરો

રાજકોટ તા. ૧૬ : ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રાજકોટ શહેર દ્વારા ખેલ મહાકુંભ-ર૦૧૯ નું આયોજન કરવામાં આવનાર છે. ખેલ મહાકુંભમાં બહોળી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લે તે હેતુથી શાળાકક્ષાએથી ઝોનકક્ષાએ અને ત્યાર પછી જિલ્લાકક્ષા, રાજયકક્ષાએ એમ ૩પ સ્પર્ધાઓ યોજવામાં આવનાર છે. આ વર્ષે પણ અંડર -૯, ૧૧, ૧૪, ૧૭ અને ઓપન એઇઝ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છ.ે

ખેલ મહાકુંભની સ્પર્ધાઓમાં ભણતા કે ન ભણતા કોઇપણ ખેલાડીઓ ભાગ લેવા માંગતા ખેલાડીઓએ www. khelmakumbh.org વેબ સાઇટ પર ઓન લાઇન રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. આ વર્ષે નવી ર રમતો રોલબોલ તથા એકવાસ્ટ્રીયન (ઘોડેસવારી) જેવી રમતો ઉમેરવામાં આવી છ.ે ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે વધુ માહીતી ટોલ ફી નંબર ૮૦૦ર૭૪૪૧પ૧ પરથી મેળવી શકાશે. ખેલ મહાકુંભમાં તા.૧પ/૭ થી ૧પ/૮ સુધી રજીસ્ટ્રેશન થઇ શકશે તેમ જિલ્લા રમત ગમત અધિકારી વી.પી.જાડેજા જણાવે છ.ે

(11:50 am IST)