Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

રાજપીપળા આદર્શ નિવાસી શાળા પાસે ઉભેલી ટ્રકમાં પાછળથી બાઈક અથડાતા ચાલકનું કમકમાટીભર્યું મોત

રાજપીપળા : લોકડાઉન હળવું થતાંજ નર્મદા જિલ્લામાં અકસ્માતો માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગત સાંજે રાજપીપળા આદર્શ નિવાસી શાળા પાસે ઉભેલી એક હાઈવા ટ્રક ની પાછળ પોતાની મો.સા.અથડાતા ચાલાક નું ઘટના સ્થળે જ મોત થયું હતું.
              પ્રાપ્ત માહિતી અનુસાર ગરુડેશ્વર તાલુકાના નાની રાવલ ગામના હર્ષદભાઇ વેચાભાઇ તડવી ગત સાંજે પોતાની મો.સા.નંબર GJ 01 PG 5224 ની બેફામ હંકારી આવતા હતા ત્યારે રાજપીપળા આદર્શ નિવાસી શાળા પાસે ઉભેલી હાઈવા ટ્રક નંબર GJ 10 Z 5073 ને પાછળ ના ભાગે પોતાની મોટર સાયકલ ઘુસાડી દેતા આ અકસ્માત માં તેમને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળેજ તેમનું મોત થતા આ બાબતે તેમના પુત્ર આકાશ તડવી એ રાજપીપળા પો.સ્ટે. માં ફરિયાદ આપતા પોલીસે મરનાર હર્ષદભાઈ તડવી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(6:27 pm IST)