Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

દક્ષિણ ગુજરાત પંથકમાં 'હેત' વરસાવતા મેઘરાજા : ધરમપુર ૩.૫ ઈંચ : ઉકાઈ ડેમની જળસપાટી ૩૧૮.૨૩ ફૂટે પહોંચી

વાપી, તા. ૧૬ : ચોમાસાની સિઝનના પ્રારંભ પહેલા જ પ્રીમોન્સુનની અસરને પગલે  રાજયભરમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે જેને પગલે ધરતી પુત્રો વાવણીની તૈયારીનો પ્રારંભ કરી રહ્યા છે.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો.. ધરમપુર ૮૩ મીમી, મહુઆ ૩૧ મીમી, માંગરોળ ૨૮ મીમી , ડોલવણ ૨૦ મીમી,વદ્યઈ ૧૨ મીમી, અને વલસાડ ૧૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત રાજયના ૩૮ તાલુકાઓમાં ૧ મીમીથી લઇ ૯ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે. હાલમાં હવામાન ખાતાની વરસાદની આગાહી વચ્ચે રાજયભરમાં મેઘરાજા વિરામ ઉપર જણાય રહ્યા છે, આજે સવારે ૮ કલાકે ઉકાઈ ડેમની જળસપાટી ૩૧૮.૨૩ ફૂટે પોહોચી છે.

(3:47 pm IST)