Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

બનાસ ડેરીનું ટર્નઓવર બમણું : પશુપાલકોને આવકના 11 ટકા જેટલો ભાવ વધારો અપાયો

સરેરાશ દૈનિક 58 લાખ લીટર દૂધની આવક

બનાસ ડેરીની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી  જેમાં પશુપાલકોને કુલ આવકના 11 ટકા જેટલો ભાવ વધારો આપવામાં આવ્યો. જ્યારે વૈશ્વિક મંદી વચ્ચે પણ બનાસ ડેરીનું ટર્ન ઓવર બમણું થતાં પશુપાલકોમાં ખુશીની લાગણી છવાઈ છે.

  સભામાં પશુપાલકો સમક્ષ બનાસ ડેરીનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. બનાસ ડેરીનું ટર્ન ઓવર બમણું થયું છે. બનાસ ડેરીમાં વર્ષ દરમ્યાન સરેરાશ દૈનિક 58 લાખ લીટર દૂધની આવક થઈ રહી છે. જ્યારે  બનાસ ડેરીના વર્ષ 2014-15 માં કુલ ટર્ન ઓવર 5441 કરોડ જ્યારે 2018 -19 માં ટર્ન ઓવર વધીને અત્યારે 9808 કરોડ પહોચ્યું છે.

(10:03 pm IST)