Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

રાજ્યમાં નુસૂચિત જાતિના લોકોને કનગડત અંગે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કરી એસપીની મુલાકાત

ખેરાલુના નંદાલી ગામમાં અનુસૂચિત જાતિના લોકોને કનગડત મામલે રજૂઆત

વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મહેસાણા એસપી સાથે મુલાકાત કરીને અનુસૂચિત જાતિના લોકોને કનગડત મામલે તેમણે રજૂઆત કરી હતી. તેમજ લોકોની ફરિયાદ સાંભળી યોગ્ય પગલાં લેવાની પણ તેમણે રજૂઆત કરી હતી. આ મામલે તેમણે જણાવ્યુ હતું કે ખેરાલુના નંદાલી ગામમાં અનુસૂચિત જાતિના લોકોને કનગડત કરવામાં આવી હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે, ગામમાં આજે પણ અનુસૂચિત જાતિનો બહિષ્કાર ચાલુ હોવાનો તેમણે દાવો કર્યો હતો. બે વર્ષ પૂર્વેના ઝઘડામાં બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

  એસપી સાથે મુલાકાત બાદ જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે એસપી દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી ખાતરી આપવામાં આવી છે. એસપી સ્થળ મુલાકાત લઇ યોગ્ય કાર્યવાહી કરશે. અમને પોલીસ વિભાગ પર ભરોસો છે.

(7:02 pm IST)