Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ નિવૃતિબાદ જે ગુજરાતમાંથી ફરી રાજય સભા ચૂંટણી લડશે તો ગુજરાત સહકાર આપશે ?

ગાંધીનગર : પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ ગઈકાલે રાજ્યસભામાંથી નિવૃત થયાં હતા. તેઓ અસમથી સતત પાંચમી વખત રાજ્યસભા સાંસદ બન્યાં હતા. 15 જૂન 2013થી 6 વર્ષનો કાર્યકાળ પૂરો થયાં બાદ હાલ તેમની સંસદીય રાજનીતિ અહીં વિરમી ગઈ છે. અસમમાં પૂરતાં ધારાસભ્યો ના હોવાને કારણે કોંગ્રેસ અહીંથી તેમને રાજ્યસભામાં મોકલી શકે તેવી સ્થિતિમાં નથી.

અસમમાં ખાલી થયેલ બે રાજ્યસભા બેઠકો પર આ વર્ષે મે માસમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપની આગેવાનીવાળું NDA પોતાનાં ઉમેદવારોને જીતાડવામાં સફળ રહ્યું હતું જેમાં મનમોહન સિંહની બેઠક પણ સામેલ હતી. અસમની બે રાજ્યસભા બેઠકોમાંથી એક બેઠક ભાજપ અને બીજી બેઠકે આસામ ગણ પરિષદને ફાળે ગઈ હતી. કોંગ્રેસ સૂત્રોનાં જણાવ્યાં અનુસાર મનમોહન સિંહની સંસદીય કારકિર્દી પુરી થઇ ગઈ તેમ માનવું અનુચિત ગણાશે. આગામી સમયમાં પાર્ટી જે રાજ્યોમાં કોંગ્રેસી ધારાસભ્યોની સંખ્યા વધુ હશે ત્યાંથી તેમને રાજ્યસભામાં મોકલશે. જો કે તેનાં માટે મનમોહન સિંહે રાહ જોવી પડશે.

વધુમાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર કોંગ્રેસ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલી શકે છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાતમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની રાજ્યસભાનાં સાંસદ હતા પણ તેઓ હવે લોકસભામાં ચૂંટાતા બે બેઠકો ખાલી પડી છે. આ ખાલી બેઠકોમાંથી એક બેઠક કોંગ્રેસને ફાળે જાય તેવી શક્યતા છે કેમ કે ગુજરાતમાં કોંગ્રેસી ધારાસભ્યોની સંખ્યા પર્યાપ્ત છે. આ સંજોગોમાં હવે કોંગ્રેસ ડૉ. મનમોહન સિંહને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલી શકે તેવો શક્યતાઓ જોવા મળી છે.

(11:57 am IST)