Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

બનાસકાંઠા જિલ્લામાં સાત માસની બાળકીને ડામ કેસમાં પિતા, દાદા અને ભૂવા સામે ફરિયાદ

બનાસકાંઠાના લાખણી તાલુકના ગણતા ગામે સાત માસની દિકરીને શ્વાસની બિમારી થતાં તેણીને અસાસણ ગામના માવજીભાઇ સવદારસભાઇ ઠાકોરે ડામ આપ્યા હતા.:પાલનપુરના જિલ્લા બાલ સુરક્ષા અધિકારીએ થરાદ પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે માવજીભાઇ સવદાસભાઇ ઠાકોર (ભૂવો), દલાભાઇ ગોવાભાઇ ઠાકોર (બાળકીના પિતા) અને ગોવાભાઇ ભુદરભાઇ ઠાકોર (બાળકીના દાદા) સામે ફરિયાદ નોંધી તપાસ હાથધરી

(1:19 am IST)
  • ભારતનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર બે મેચ નહિ રમી શકે :ભુવીના સાથે મોહંમદ શમીનો સમાવેશ ભારતનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર આગામી બે મેચ રમી નહીં શકે :તેમ ટીમ ઇન્ડિયાના કેપ્ટ્ન વિરાટ કોહલીએ કહ્યું હતું :ભુવીને પાકિસ્તાન સામેની મેચ દરમિયાન તેને ઇજા થઇ હતી: હવે પછીના ત્રણ મેચો ભારત 22 જૂને અફઘાનિસ્તાન સામે, ,27મી જૂને વેસ્ટ ઇન્ડિઝ સામે અને 30 જૂને ઇંગ્લેન્ડ સામે રમશે : આ પહેલા ભારતનો ઓપનર શિખર ધવન પણ ઓસ્ટ્રેલિયા સામે ઇજા પામતા કેટલીક મેચ રમી નહીં શકે access_time 1:32 am IST

  • ઉત્તર પ્રદેશમાં મોટો વિજદર વધારો આવી રહ્યો છે: ઉત્તર પ્રદેશ પાવર યુટીલિટીએ ઇલેક્ટ્રીસિટીના દરોમાં ૨૫ ટકા જેવો જંગી વધારો ઝીંકવા ભલામણ કરી છે. access_time 5:51 pm IST

  • પોરબંદરના ખંભાળા અને ફોદારા જળાશય વિસ્તારમાં સાંજે એકથી દોઢ ઇંચ પોરબંદરઃ પોરબંદર નજીક સાંજે ખંભાળા જળાશયમાં ૨૯ મીમી અને ફોદારા જળાશયમાં ૪૦ મીમી વરસાદ વરસી પડયો હતો. પોરબંદરમાં આખો દિવસ ધુપછાંવ બાદ સાંજે ઉઘાડ થઇ ગયો છે. access_time 7:39 pm IST