Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

મહેસાણામાં મેઘરાજાની પધરામણી:ધીમીધારે વરસાદ :ગરમીથી ત્રાહિમામ માં લોકોને રાહત

 

રાજ્યમાં મેઘરાજીની પધરામણી થઇ ચૂકી છે. અમદાવાદ, મહેસાણા, સુરત અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે.

 

મહેસાણામાં પણ અચાનક વાતાવરણમાં પ્લટો આવ્યો છે અને ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠેલા લોકોના હૈયા સિઝનના પહેલા વરસાદથી હરખથી છલકાઈ રહ્યા છે.

 

(12:59 am IST)
  • વાયુ વાવાઝોડું પોરબંદરના કાંઠેથી દૂર જતું જાય છે..આજે બપોરના પોરબંદરથી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમે ૩૩૫ કીમી ના અંતરે હતું.. access_time 9:38 pm IST

  • ગુજરાતના ડોક્ટર્સને હડતાળ પર ન જવા નીતિન પટેલની અપીલ: નાયબ મુખ્ય મંત્રી નીતીનભાઇ પટેલે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ડોક્ટર્સ પર થયેલ હુમલો એ દુઃખદ બનાવ છે.: રાજયના દર્દીઓને આરોગ્ય સવલતો સમયસર મળી રહે અને તેઓને કોઇ તકલીફ ન પડે તે માટે રાજ્યના ડોક્ટરોને હડતાલમાં ન જવા રાજ્ય સરકારે જે અપીલ કરી છે. access_time 1:17 am IST

  • ઉત્તર પ્રદેશમાં મોટો વિજદર વધારો આવી રહ્યો છે: ઉત્તર પ્રદેશ પાવર યુટીલિટીએ ઇલેક્ટ્રીસિટીના દરોમાં ૨૫ ટકા જેવો જંગી વધારો ઝીંકવા ભલામણ કરી છે. access_time 5:51 pm IST