Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

રાજ્યના 20 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ :10 તાલુકામાં 2 ઇંચ :સુત્રાપાડામાં બે દિવસમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો

અમદાવાદ ;રાજ્યમાં વાયુ ચક્રવાતનુ ખતરો ટળ્યો છે. જોકે વાયુ ચક્રવાતની અસરથી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છે.

   રાજ્યના  ૨૦ તાલુકામાં ૧ ઈંચ ઉપર અને ૧૦ તાલુકામાં ૨ ઇંચ ઉપર વરસાદ છેલ્લા ૨૪ કલાકમાં વરસ્યો છે જ્યારે જૂનાગઢ નજીક સૂત્રપડામાં ૪૮ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ ખાબક્યો છે

   પોરબંદરમાં વરસાદ થયો હતો. ગિરનારની તળેટી અને જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો 

  છેલ્લા એક જ દિવસમાં જૂનાગઢમાં પાંચ ઈંચ, મેંદરડામાં છ ઈંચ અને માંગરોળમાં છ ઈંચ, વરસાદ થયો છે. કેશોદ શહેર તેમજ આસપાસના વિસ્તારમાં 1 ઇંચથી વધુ વરસાદ થયો હતો.

  દરમિયાન ભીમ અગીયારસના દિવસે વરસાદ પડતા ચોમાસું સારૂ રહેવાની ખેડૂતોને આશા છે. સમયસર વરસાદ પડતા ખુશીના માહોલ વચ્ચે ખેડુતો વાવણીની તૈયારીમાં લાગ્યા છે. જામનગરમાં ધીમી ધારે વરસાદ થયો છે. સાથે ધીમી ગતિએ પવન પણ ફૂંકાયો હતો .

(9:36 pm IST)