Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

રાજયમાં યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારી મુદ્દે કેમ્પઇન :શ્રમ રોજગાર કચેરીનો કરશે ઘેરાવ: બેરોજગાર સભા ભરશે

15 મી ઓગસ્ટથી ત્રીજા તબક્કામાં દરેક ઝોનમાં બાઇલ રેલી યોજાશે: નેશનલ અન-એમ્પ્લોયમેન્ટ ડે તરીકે ઉજવવામાં આવશે

અમદાવાદ : રાજયમાં યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારી મુદ્દે કેમ્પઇન શરૂ કરાયું છે કાલથી ગાંધીનગરમાં બેરોજગારી મુદ્દે કેમ્પઇન શરૂ કરવામાં આવશે. ચાર ચરણમાં આ કેમ્પેઇન શરૂ કરવામાં આવશે. 17 મી મેથી પ્રથમ તબક્કામાં શ્રમ રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. તો 10મી જુલાઈથી બીજા તબક્કામાં બેરોજગાર સભા ભરાવામાં આવશે. જેમાં દરેક યુવાનો પાસે ફોર્મ ભરાવવમાં આવશે. તો 15 મી ઓગસ્ટથી ત્રીજા તબક્કામાં દરેક ઝોનમાં બાઇલ રેલી યોજાશે. 17મી સપ્ટેમ્બરથી ચોથો તબક્કો શરૂ થશે. જેમાં નેશનલ અન-એમ્પ્લોયમેન્ટ ડે તરીકે ઉજવવામાં આવશે. કોંગ્રેસે કહ્યું હતું કે WHO એ જાહેર કરેલા કોરોનામા મૃતકોના આંકડા અને સરકારના આંકડામાં તફાવત છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. તેથી કોંગ્રેસ ભાજપને ઘેરવાની તૈયારીમાં લાગી ગઈ છે. કોંગ્રેસ ભાજપ સરકારને સતત મોંઘવારી, બેરોજગારી, કોરોના સહાય મુદ્દે ઘેરી રહી છે. ત્યારે યુથ કોંગ્રેસનું આ કેમ્પેઇન કેટલી હદ સુધી સફળ રહે છે, તે આવનારો સમય જ બતાવશે.

(11:50 pm IST)