Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે નર્મદાના બ્રહ્મકુમારી સંસ્‍થાના સંયુક્‍ત ઉપક્રમે ઝઘડીયાથી કેવડીયા સુધી બાઇક રેલી યોજાઇ

70 બાઇક ચાલકો સાથે 150 લોકો જોડાયાઃ રાજપીપળા ગાંધી ચોક ખાતે ફુલો દ્વારા સ્‍વાગત કરાયુ

ભરૂચઃ લોકોમાં રોડ સેફટી માટેના નિયમોનું પાલન થાય તે માટે નર્મદા જિલ્લાના બ્રહ્મકુમારી સંસ્‍થા દ્વારા ઝઘડીયાથી કેવડીયા સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્‍યુ હતું. રાજપીપળાના ગાંધી ચોક ખાતે ભાજપના નેતાઓ દ્વારા ફુલોથી સ્‍વાગત કરાયુ હતું. રેલીમાં 70 બાઇક ચાલકો સાથે 120 લોકો જોડાયા હતા. આ રેલી કેવડીયા સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી તરફ આગળ વધી હતી.

સડક સુરક્ષા મોટર સાયકલ યાત્રાનું નર્મદામાં આગમન થયું હતું. વધતા જતા રોડ અકસ્માતો તેમજ રોડ સેફટી માટે નિયમોનું પાલન થાય તે માટેના સંદેશા સાથે ભરૂચ અને નર્મદા જિલ્લા ભ્રહ્માંકુમારી સંસ્થા દ્વારા ભરૂચ જિલ્લાના ઝગળિયાં ખાતેથી નીકળેલી બાઈક રેલીનું આજે નર્મદા જિલ્લામાં આગમન થયું હતું.અહીં લોકોમાં વાહન ચલાવવા બાબતે જાગૃતિ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.

વાહન ચાલકોમાં રોડ સેફટીને લઈને અવેરનેસ આવે લોકો જાગૃત થાય અને રોડ અકસ્માતો ઘટે તેવા ઉદ્દેશથી ભરૂચના ઝઘડીયાં ખાતેથી નીકળેલી રેલી આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે પોહચી હતી. રાજપીપળા ગાંધીચોક ખાતે ભાજપના આગેવાનો દ્વારા આ રેલીનું ફૂલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ રેલી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આગળ વધી હતી.

ખાસ ભરૂચ અને નર્મદા જિલ્લા ભ્રહ્માંકુમારી સંસ્થાનના સંયુક્ત ઉઓકરમે આ રોડ સેફટી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં 70 બાઈક ચાલકો સાથે 120 લોકો જોડાયા હતા. ખાસ કરીને લોકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન કરે અને અકસ્માતો ઘટે તેવો આ રેલીનો ઉદ્દેશ હતો. આ રેલીને જો સારો પ્રતિસાદ મળે તો સંસ્થા દ્વારા સમગ્ર ગુજરામતાં આ પ્રકારનું અભિયાન ચલાવવા માટેનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.

(5:38 pm IST)