Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

અમદાવાદના એસજી હાઇવે પર ડમ્‍પર હડફેટે એક્‍ટીવા ચાલક વિદ્યાર્થીની નિકિતા પંચાલનું ઘટના સ્‍થળે મોતઃ હેલ્‍મેટ પહેર્યુ હોવા છતાં જીવ ન બચ્‍યો

અકસ્‍માત બાદ ડમ્‍પર ચાલક ફરારઃ ગણપત યુનિવર્સિટીનો સ્‍ટાફ તથા પોલીસ ટીમ ઘટના સ્‍થળે દોડી ગઇ

અમદાવાદઃ એસજી હાઇવે પર ડમ્‍પર અને એક્‍ટીવા વચ્‍ચે થયેલા અકસ્‍માતમાં આશાસ્‍પદ વિદ્યાર્થીની નિકિતા પંચાલનું મોત નિપજ્‍યુ છે. જ્‍યારે ડમ્‍પર ચાલક ફરાર થઇ ગયો હતો. ગણપત યુનિવર્સિટીનો સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચ્‍યો હતો. પોલીસ  દ્વારા તપાસ હાથ ધરાઇ છે.

અમદાવાદના એસજી હાઈવે પર વધુ એક આશાસ્પદ વિદ્યાર્થીનીનું મોત નિપજ્યુ છે. ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે મોત નિપજ્યુ છે. ગણપતિ યુનિવર્સિટીની વિદ્યાર્થીની એસજી હાઈવે પર ઝાયડસ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. હેલમેટ પહેર્યા છતા વિદ્યાર્થીની બચી શકી ન હતી.

અમદાવાદના એસજી હાઈવે પર સવારે 6.30 વાગે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઝાયડસ બ્રિજ પર થયેલા અકસ્માતમાં નિકિતા પંચાલ નામની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે. ડમ્પરની પાછળની તરફથી એક્ટિવા ટકરાતાં વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. હેલ્મેટ પણ પહેર્યું હોવા છતાં વિદ્યાર્થીની બચી શકી ન હતી. વિદ્યાર્થીની ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આ વિશેની જાણ થતા જ ગણપત યુનિવર્સિટીના પ્રોફેસર અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

જોકે, આ અકસ્માત કેવી રીતે સર્જાયો હતો તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. બ્રિજની ઉપર રોડની સાઈડમાં રેતી ભરેલું ડમ્પર ઉભુ હતું કે આગળ વધી રહ્યું હતું એને લઈને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. જો ડમ્પર બ્રિજની ઉપર સાઈડમાં ઉભુ હતું તો શા કારણે ઉભુ હતું, એ તપાસનો વિષય છે. જોકે, અકસ્માત બાદ ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરાઈ.

(5:35 pm IST)