Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

14 વર્ષ પહેલા 17 વર્ષીય તરૃણીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર 62 વર્ષીય આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી

સુરત:14 વર્ષ પહેલાં કાપોદરા વિસ્તારની 17 વર્ષની તરૃણીને લગ્નની લાલચે પોતાના વતન યુ.પી.ભગાડી જનાર મુખ્ય આરોપીને અલગ અલગ જગ્યાએ ભોગ બનનાર સાથે આશરો અપાવવામાં મદદ કરનાર 14 વર્ષો બાદ ઝડપાયેલા 62 વર્ષીય આરોપીની સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન માંગતી અરજીને એડીશ્નલ સેશન્સ જજ અમૃત્ત એચ. ધમાણીએ નકારી કાઢી છે.

મૂળ ઉત્તરપ્રદેશના શાહજાપુરના વતની મુખ્ય આરોપી આકાશસિંગ ઉર્ફે વકીલ અશોકસિંગ પરિહાર કાપોદરા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય તરૃણીને તા31-3-2008 ના પહેલાં લગ્નની લાલચ આપીને પોતાના વતન ભગાડી ગયો હતો.જ્યાં મુખ્ય આરોપી આકાશસિંગને 62 વર્ષીય સહ આરોપી રામવીરસિંગ બઢકાઈસિંગ ઠાકુર સહિત અન્યઆરોપીઓએ ભોગ બનનાર સાથે લગ્ન કરવા અલીગઢ કોર્ટમાં લઈ ગયા હતા.પરંતુ ભોગ બનનારની ઉંમર સગીર હોવાથી લગ્નની નોંધણી થઈ શકી નહોતી.જેથી ભોગ બનનાર તરૃણીને અલીગઢ,ગુડગાંવ,નવી દિલ્હી વગેરે અલગ અલગ સ્થળોએ લઈ જઈને મુખ્ય આરોપીને  આરોપી રામવીરસિંગ ઠાકુરે મદદ કરી હતી.

પરંતુ આ ગુનામાં છેલ્લાં 14 વર્ષોથી પોલીસ પહોંચથી દુર રહેવામાં સફળ રહેનાર આરોપી વૃધ્ધ રામવીરસિંગ તા.30-4-22 ના રોજ ઝડપાઈ જતાં તની ધરપકડ કરી જેલભેગો કરાયો હતો.હાલમાં જેલવાસ ભોગવતા આરોપી વૃધ્ધે આ કેસના અન્ય આરોપીઓને કોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યા હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપવા માંગ કરી હતી.જેના વિરોધમાં એપીપી નિલેશ ગોળવાળાએ જણાવ્યું હતું કે આરોપી લાંબા સમય સુધી પોલીસ પહોંચથી દુર રહેવામાં સફળ રહ્યો છે.જેથી સમન્યાયના સિધ્ધાંત હેઠળ આરોપીને જામીન આપી શકાય નહીં.આરોપી પરપ્રાંતીય હોઈ ટ્રાયલમાં હાજર ન રહે તેવી સંભાવના છે.

(5:30 pm IST)