Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

રાજપીપળા પોલીસે રૂંઢ ભીલવાડા ગામે ચાર દેશી દારૂની ભઠ્ઠી પકડી રૂપિયા 4,980 નો મુદ્દામાલ જપ્ત કરી ગુના દાખલ કર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રૂંઢ ભીલવાડા ગામે રાજપીપળા પોલીસે દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરી ચાર ભઠ્ઠી નો નાશ કર્યો હતો
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા પોલીસના માણસો દારૂ જુગાર બાબતે ચેકીંગમાં હતા ત્યારે મળેલી બાતમીના આધારે રૂંઢ ભીલવાડા ગામે મોરા ફળિયામાં રહેતા મનુભાઈ ફૂલજીભાઈ વસાવા ગામની કરજણ નદીના કિનારે દારૂ ની ભઠ્ઠી ચલાવતો હોય ત્યાંથી 1700 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો ત્યારબાદ આ ગામના હોડી ચકલામાં રહેતા પ્રહલાદભાઈ ગોનીયાભાઈ વસાવાની નદી કિનારે ચાલતી દારૂની ભઠ્ઠીની નાશ કરી રૂપિયા 780 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ આજ ગામના નિશાળ ફડીયામાં રહેતા ગુલાબ રૂપસિગ વસાવા અને જગદીશ ભીમાભાઇ વસાવા ની ચાલતી ભઠ્ઠી પરથી 900 અને 1600 રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરી કુલ રૂપિયા 4,980 નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો હતો જોકે રેડ દરમિયાન ચારેય આરોપીઓ સ્થળ પણ હાજર ન મળતા પોલીસે તપાસ હાથ ધરી છે.

   
(10:18 pm IST)