Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડનો સંકલ્પ આપતા મુખ્યમંત્રી રૂપાણી: એએમસીના પદાધિકારીઓ સાથે કરાઈ કોન્ફરન્સ

કન્ટેનમેન્ટ ઝોનના 10 વોર્ડસમાં લોકોની આરોગ્ય તપાસણી, ટેસ્ટિંગ સર્વેલન્સ સહિતની કામગીરીને આખરી ઓપ અપાયો+

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ અમદાવાદ મહાનગરમાં કોરોના સંક્રમણ નિયંત્રણ માટે કન્ટેનમેન્ટ ઝોનના 10 વોર્ડસમાં લોકોની આરોગ્ય તપાસણી, ટેસ્ટિંગ સર્વેલન્સ સહિતની આરોગ્યલક્ષી કામગીરી યુદ્ધના ધોરણે આગામી 15 દિવસ હાથ ધરવાની કાર્યયોજનાને ઉચ્ચસ્તરીય વીડિયો કોન્ફરન્સમાં આખરી ઓપ આપ્યો હતો.

 મુખ્યમંત્રીએ કોરોના વાયરસ કોવિડ-19ના અમદાવાદમાં વધતા વ્યાપને પગલે આ આયોજનબદ્ધ કાર્યયોજના ઘડીને તેના તત્કાલ અમલ માટે ઝીણવટપૂર્વક સમીક્ષા હાથ ધરીને માર્ગદર્શન આપ્યું હતું.
 તેમણે અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન, સત્તાપક્ષના નેતા તેમજ અમદાવાદ શહેરમાં કોરોના નિયંત્રણ કામગીરી માટે ખાસ નિયુકત થયેલા અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને તમામ નાયબ મ્યુનિસિપલ કમિશનરો, ઝોનલ હેલ્થ ઓફિસરો સાથે વિસ્તૃત વીડિયો કોન્ફરન્સિંગ યોજીને 'કન્ટેનમેન્ટ મુકત ઝોન-કોરોનામુકત વોર્ડ'ની દિશામાં સક્રિયતાથી આગળ વધવા તાકીદ કરી હતી.

(10:28 pm IST)