Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

નર્મદાના પોલીસની એક બાદ એક સરાહનીય કામગીરી: PSI પાઠકે નિયમનો ભંગ કરનારને ગુલાબનું ફુલ આપી નવી શરૂઆત કરી

નર્મદા જિલ્લા પોલીસ અધિકારી નો આ નવતર અભિગમ લોકોની સાથે સાથે પોલીસ બેડામા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના સંક્રમણને રોકવા માટે પોલીસ પણ સતત મહેનત કરી રહી છે. નર્મદામાં પોલીસ અધિકારીઓ લોકડાઉનનો ભંગ કરનારા લોકોને ગુલાબનું ફૂલ આપી કાયદાનું પાલન કરાવવા નવતર અભિયાન શરૂ કર્યું જેમાં બળ વાપર્યા વગર કળ થી કાયદાનું પાલન પણ સારી રીતે થઈ શકે તેનું ઉદાહરણ જોવા મળ્યું હતું.


હાલ કોરોનાનો કેહેર ની સાથે સાથે લોકડાઉન પણ અમલી બનાવ્યું છે.પણ આવનારા સમયમાં લોકડાઉન હળવું કરાશે એવા સંકેતો સરકારે આપ્યા છે.પણ એની કોરોનાના સંક્રમણથી બચવા માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું સહિતના નિયમોનું પાલન કરવા પણ સરકારે જણાવ્યું છે.આ નિયમોનું જે પાલન નથી કરતા એની સામે પોલીસ સખ્તાઈ પણ વર્તે છે એવા ઘણા કિસ્સાઓ જોયા છે.પરંતુ બળ કરતા કળથી કાયદાનું પાલન કરવામાં આવે તો સામો વ્યકતિ આસાનીથી કાયદાનું પાલન કરે તે માટે PSI કે.કે.પાઠકે ગુલાબનું ફૂલ આપી સરકારના નિયમોનું પાલન કરવવા નવી પહેલ કરી હતી

નર્મદા જિલ્લા પોલીસના પીએસઆઈ કે.કે.પાઠકે આ નવતર પ્રયોગ હાથ ધરી પોઇચા બ્રિજ ખાતે પોતાની ફરજ દરમીયાન તમામ વાહનો ના ચેકીંગ દરમિયાન જેણે પણ માસ્ક ન પેહેર્યું હોય એને ગુલાબનું ફૂલ આપી માસ્ક પહેરવાની સલાહ આપી સાથે સાથે ગરમીમાં ઠંડક મળે એ માટે લોકોને તડબૂચ પણ આપ્યા હતા.એમનું કહેવું છે કે હાલ લોકોના મનમાં પોલીસનો ડર રહેલો છે, આમ કરાવાથી લોકોના મનમાં પોલીસનો ડર નહિ રહે, પણ તેઓ પોલિસનો આદર પણ કરશે અને સરકારના નિયમો નું પાલન પણ કરતા થશે.નર્મદા જિલ્લા પોલીસ અધિકારી નો આ નવતર અભિગમ લોકોની સાથે સાથે હાલ પોલીસ બેડામા પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

(8:10 pm IST)