Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

કોરોના મહામારીદરમિયાન વિદેશમાં અટવાયેલા ૬૫૭ જેટલા ગુજરાતીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે ગુજરાત પરત લવાયા

મનીલાથી ૧૬૮ લોકો, અમેરિકાથી ૧૦૩ લોકો, કુવૈતથી ૭૩ લોકો અને લંડનથી ૩૧૩ લોકોને ગુજરાત પરત લાવ્યા

અમદાવાદ : મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે કોરોના મહામારીના સમયગાળા દરમિયાન વિદેશમાં ફસાયેલા ગુજરાતી ભાઈઓ - બહેનોને મુખ્યમંત્રીના દિશાનિર્દેશનમાં ભારત સરકારના વિદેશ મંત્રાલય અને ગુજરાત સરકારના સંકલનથી ગુજરાત પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

   આ વિશે વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું કે તાજેતરમાં કોરોના મહામારીના સમયગાળા દરમિયાન વિદેશમાં ફસાયેલા ૬૫૭ જેટલા ગુજરાતીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે ગુજરાત પરત લાવવામાં આવ્યા છે. જે પૈકી મનીલાથી ૧૬૮ લોકો, અમેરિકાથી ૧૦૩ લોકો, કુવૈતથી ૭૩ લોકો અને લંડનથી ૩૧૩ લોકોને ગુજરાત પરત લાવવામાં આવ્યા છે.
   મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યું કે, વિદેશથી પરત  આવેલ આ ગુજરાતીઓને સુરત,અમદાવાદ અને તેમના વતનના જિલ્લા સિવાયના રાજ્યના અન્ય ૩૦ જિલ્લામાં ઇન્સ્ટિટ્યૂશનલ કોરેન્ટાઈન કરવામાં આવશે આ જિલ્લાની પસંદગી પરત આવેલ યાત્રીએ  કરવાની રહેશે.
  આ કોરેન્ટાઈન સમયગાળા દરમિયાન તેમની આરોગ્ય તપાસ થતી રહેશે. કોરેન્ટાઈન સમયગાળો પૂર્ણ કર્યા બાદ જ યાત્રીઓને તેમના વતન પહોંચાડવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

(7:59 pm IST)