Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

લોકડાઉનમાં પ્રતિબંધિત ગુટકા અને તમાકુનું વેચાણ કરતા તીલકવાડાના એક શખ્શને ઝડપી લેતી નર્મદા એલ.સી.બી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં કોરોના વાઈરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન દ્વારા વૈશ્વિક મહા મારી જાહેર કરેલ હોય પાન પડીકી તમાકુનું વેચાણ બંઘ રાખવાનું જાહેરનામુ પાડેલ છે.નર્મદા પોલીસ વડા હીમકર સિંહ ની સુચના અને માર્ગદર્શન મુજબ પાનપડીકી,ગુટકા અને તમાકુ ઉપર હાલમાં પ્રતિબંધ હોય જે બાબતે કડક ચેકિંગ કરી વધુમાં વધુ કેશો કરવા સુચના મળતા નર્મદા એલસીબીના પીએસઆઇ સી.એમ.ગામીત તથા તેમની ટિમ આ બાબતે સતત વોચ રાખી રહી છે

જેમાં તિલકવાડા ખાતે પ્રતિબંધિત ગુટકા તમાકુનું વેચાણ કરતા એક શખ્સ ને નર્મદા એલ.સી.બી.એ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે તિલકવાડા ખાતે ઇકબાલ હુસેન ઇસમેલખાન ચૌહાણ પ્રતિબંધિત ગુટકા તમાકુ કાપડની થેલીમાં વેચાણ કરવાના ઇરાદે મૂકી રાખી વિમલ પાન મસાલા ના પેકેટ નં ૫૪ કિં રૂ. ૪૨૦ તેમજ પાનવિલાસ રાગ ન. ૩૦ કિં રૂ ૧૨૦ મળી કુલ ૫૪૦ રૂપીયાના મુદ્દામાલ સાથે પકડાઈ જતા તેની વિરુદ્ધ જાહેરનામા ભંગ ની ફરિયાદ દાખલ કરાઈ છે.

(7:50 pm IST)