Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

સિસ્‍ટમ્‍સ બંગાળની ખાડીમાં ડીપડીપ્રેશનની માત્રાએ પહોંચીઃ હવામાન ખાતાની પુષ્‍ટી બાકી

૨૦મી સુધી આ સિસ્‍ટમ્‍સ સક્રિયઃ અશોકભાઈ પટેલ

રાજકોટઃ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્‍યું છે કે દક્ષિણ- પૂર્વ બંગાળની ખાડીમાં વેલમાર્ક લોપ્રેસર હતું જે મજબૂત બની સવારે ડીપ્રેશન થયેલ. હાલમાં લોકેશન ૧૦.૯નોર્થ, ૮૬.૩ ઈસ્‍ટ જે તામિલનાડુના દરિયાકિનારાથી ૭૦૦ કિ.મી. પૂર્વ તેમજ આંધ્રના કાંઠીનાળાથી ૭૭૫ કિ.મી. દક્ષિણ- પૂર્વે છે. આ સિસ્‍ટમ્‍સના પવનો ૫૦ થી ૬૦ કિ.મી.ના અને ઝાટકાના પવન ૭૦ કિ.મી.ની ઝડપે ફૂંકાય છે. એટલે કે આ સિસ્‍ટમ્‍સ ડીપડીપ્રેશનની માત્રાએ પહોંચી ગયું ગણાય પરંતુ હવામાન ખાતા દ્વારા આ અંગે પુષ્‍ટી બાકી છે. આ સિસ્‍ટમ્‍સ આવતા દિવસોમાં ઉત્તરોઉત્તર મજબૂત બનશે. તા.૨૦મે સુધી આ સિસ્‍ટમ્‍સ સક્રીય રહેશે. મુખ્‍યત્‍વે ઉત્તરાદી ગતિ કરશે. શરૂઆતના બે ત્રણ દિવસ બાદ ઉત્તર- ઉત્તર- પૂર્વ તરફ ગતિ કરશે. આ વર્ષનું પ્રથમ વાવાઝોડુ છે. જેનું નામ ‘અંફાન' છે. આ સિસ્‍ટમ્‍સ ગુજરાતને અસરકર્તા નથી.

(3:20 pm IST)