Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

કાગળ ઉદ્યોગને હજાર કરોડના નુકસાનની શંકા

ગુજરાતમાં ૩ લાખ ટનનું ટર્નઓવર ધરાવતી ૧૫૦ મિલો પર સંકટ : ૩૦ લાખ લોકોની રોજગારીને અસર : પેપર ઉદ્યોગને બચાવવા રાહત પેકેજની માંગ : ૩૫૦૦૦ કન્ટેનર્સ બંદર ઉપર ત્રણ માસથી ફસાયા છે

અમદાવાદ તા. ૧૬ : કોવિડ-૧૯ના કારણે ગુજરાતની આશરે ૧૫૦ પેપર મિલ્સને રૂ. ૨૫૦ કરોડનું નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે. આયાતી વેસ્ટ પેપરની અછત અને કિંમતમાં વધારાના કારણે સીધી અને આડકતરી રીતે ૩૦ લાખ લોકોને રોજગારી અને દેશના કુલ ટર્નઓવરમાં ૩૦ ટકા હિસ્સો ધરાવતા પેપર ઉદ્યોગ દેશના વિવિધ બંદરો ખાતે સલવાયેલા ૩૫૦૦૦ કન્ટેઇનર્સના કારણે અને લોકડાઉનના કારણે તાળાબંધીનો સામનો કરવાના દિવસો આવ્યા હોવાનું ઉદ્યોગ વર્તુળો જણાવી રહ્યા છે.

ફિનિશ્ડ પેપરની કિંમતમાં અસાધારણ વધારો થવાની દહેશતઙ્ગકોરોના ભયે નિકાસકાર દેશો વેસ્ટ પેપરની નિકાસ કરવાના બદલે તેને બાળી નાખે છે અથવા જમીન ભરણી માટે વાપરી રહ્યા છે. તેના કારણે પેપર રિસાયકિલંગ ઉદ્યોગ માટે કાચામાલ તરીકે વપરાતાં આયાતી વેસ્ટ પેપરની અછત સર્જાઇ છે. તે ઉપરાંત વિવિધ બંદરો ખાતે સલવાયેલા ૩૫,૦૦૦ કન્ટેઇનર્સના કારણે ડિટેન્શન ચાર્જિસમાં રૂ.૧૦૦૦ કરોડનું નુકસાન જશે અને તેનાથી પણ ફિનિશ્ડ પેપરની કિંમતમાં અસાધારણ વધારો થવાની દહેશત સેવાઇ રહી છે.

૨૦૨૦ની શરૂઆતથી વિશ્વના બજારોમાં વેસ્ટ પેપરની કિંમતમાં વધારો થયો હોવાના કારણે પેપર મિલોએ પણ લોકડાઉન પૂર્વે કિંમતમાં ૨૦ ટકા વધારો કર્યો હતો. તેને પેકેજિંગ ઉદ્યોગ હજી પચાવી શકયો નથી ત્યાં બીજો ભાવવધારો ઝીંકાવાની દહેશત પણ સેવાઇ રહી છે. લોકડાઉનના કારણે વિવિધ બંદરો પર વેસ્ટ પેપર ભરેલાં સેંકડો કન્ટેનરો અટવાઈ ગયાં છે.

કુરિયર સર્વિસ, ટ્રાન્સપોર્ટેશન, શિપિંગ સાઈનની ઓફિસો બંધ હોવાથી અને માનવબળની ખેંચ પડી જવાથી માલની હેરફેર અટકી પડી છે. આથી ભારે ડીટેન્શન ચાર્જિસ, ડેમરેજીસ, ગ્રાઉન્ડ ભાડું, વ્યાજ, લેટ ફાઈલિંગ ફી વગેરે ભારતીય પેપર ઉદ્યોગને સહેવી પડે છે. એક અંદાજ પ્રમાણે ડીટેન્શન ચાર્જિસ દ્વારા માત્ર શિપિંગ લાઈન્સને જ રૂ. ૧૦૦૦ કરોડનો ફટકો પડવાની શકયતા છે.

આ ભારણ પેપર ઉદ્યોગ સહન કરી શકે તેમ નથી. આથી પેપર મીલો બંધ પડી જવાની અને એમાં સીધી કે આડકતરી રીતે સંકળાયેલા લાખ્ખો લોકો બેકાર બની જવાની દહેશત છે. ઙ્ગફિનિશ પેપરના ભાવો મુખ્યત્વે વેસ્ટ પેપરના ભાવો પરથી નક્કી થતા હોય છે.

પેપર ઉદ્યોગને બચાવવા માંગણી

   જીએસટીની વસૂલાત એક વર્ષ માટે મુલતવી રાખવી અને ૧૨૦ માસિક વ્યાજમુકત હપ્તાઓની સગવડ આપવી

   લોકડાઉનમાં ડીટેન્શન ચાર્જ, ડેમરેજીસ, ગ્રાઉન્ડ રેન્ટ, લેટ ફાઈલિંગ ફી અને વ્યાજમાં માફી આપવી

   દંડ, સજા કે કોર્ટ કાર્યવાહીમાં મુકિત, સરકારી આદેશો સરળ ભાષામાં હોવા જોઇએ

   લોકડાઉનના ગાળા દરમિયાન રિસાઈકિલંગ પેપર ઉદ્યોગને બેન્ક વ્યાજમાં માફી આપવી

   બેન્ક ઓવરડ્યુસ મુલતવી રાખવા, ચુકવણીના વિલંબને ગુનો ન ગણવો

   કોવિડ-૧૯થી થયેલા નુકસાનનું પૂરેપૂરું વળતર પેપર ઉદ્યોગને ચૂકવવું

         પેપર ઇન્ડસ્ટ્રીઝને લોકડાઉનમાં માલ ડીસ્ટપેચ કરવાની મંજુરી આપવામાં આવે તે જરૂરી

(2:44 pm IST)