Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

વલસાડ જિલ્લામાંથી 16200 શ્રમિક 11 ટ્રેનમાં 5 રાજ્યોમાં રવાના

નાસ્તો,ફળ અને નાના બાળકોને રમકડા આપી આ પરિવારોને રવાના કર્યા

વલસાડ જિલ્લામાં જીઆઇડીસી, બાંધકામ અને છૂટક મજૂરી કામે રોજીરોટીમાં વસવાટ કરતા પરપ્રાંતિય શ્રમિકો વતન જવા માટે તલપાપડ બન્યા છે.જિલ્લા વહીવટી તંત્રએ કેન્દ્ર અને રાજ્ય સરકારે ટ્રેનની વ્યવસ્થા હેઠળ છેલ્લા 8 દિવસમાં 16200 જેટલા શ્રમિકોને તેમના પરિવાર સાથે વતને મોકલતા શ્રમિક પરિવારોમાં હાશ્કારો જોવા મળ્યો છે.જે માટે વહીવટી તંત્રએ 11 ટ્રેનોની વ્યવસ્થા કરવા સરકારને દરખાસ્ત કરી હતી.હજી જે શ્રમિકો વતન જવા માગે છે તેમને થોડી ધીરજ રાખવા અને અન્ય 10 ટ્રેનની દરખાસ્ત રાજ્યોને મોકલવામાં આવી છે તેવી સ્પષ્ટતા પણ કલેકટરે કરી છે.

વહીવટી તંત્રએ વલસાડ, ,વાપી, ઉમરગામ, કપરાડા,ધરમપુર તાલુકાના શ્રમિકોને વતન મોકલવા માટે પાલિકા,ગ્રામપંચાયત દ્વારા યાદી તૈયાર કરાવી કેન્દ્ર અને રાજ્ય સરકારને કલેકટર સી. આર .ખરસાણે મોકલી ટ્રેનની સુવિધા પૂરી પાડવા દરખાસ્ત કરી હતી.સરકારે હાલ સુધીમાં 11 ટ્રેન વલસાડ જિલ્લાને ફાળવતા વહીવટી તંત્રની નિગરાની હેઠળ 16200 જેટલા શ્રમિકોને ઉત્તર પ્રદેશ,મધ્ય પ્રદેશ,બિહાર,ઝારખંડ,આંધ્રપ્રદેશ મોકલ્યા છે

 જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડ જિલ્લામાંથી શુક્રવારે જોનપુર જવા માટે 1600 શ્રમિકોને કલેકટર સી.આર.ખરસાણ અને એસપી સુનિલ જોષીએ શ્રમિકોને શુભયાત્રાની શુભેચ્છા પાઠવી નાસ્તો,ફળ અને નાના બાળકોને રમકડા આપી આ પરિવારોને રવાના કર્યા હતા.

(1:39 pm IST)