Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

ગુજરાતમાં મળી શકે છે ઘણી બધી છુટછાટ

રાજય સરકારે કેન્દ્રની મોકલી યાદી : લગભગ તમામ આર્થિક પ્રવૃતિ શરૂ થઇ શકશે

નવી દિલ્હી, તા.૧૬: આવતીકાલે લોકડાઉન ૩.૦નો અંતિમ દિવસ છે. ત્યારબાદ લોકડાઉનો ચોથો રાઉન્ડ શરું થઈ શકે છે. જોકે આ વખતે લોકડાઉનના પ્રકારમાં ધરમૂળથી ફેરફાર જોવા મળી શકે છે. પાછલા દોઢ મહિનાથી પણ વધુ સમયથી લોકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થાની ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. તેવામાં ગુજરાત સરકારે લોકડાઉનના ચોથા તબક્કામાં લગભગ તમામ આર્થિક પ્રવૃત્ત્િ।ઓ ફરીથી શરુ કરવાના સૂચનો સાથે કેટલાક સૂચનોનું લિસ્ટ કેન્દ્ર સરકારને મોકલી આપ્યું છે. રાજયની સરકારે પોતાની આ રજૂઆતમાં રેડ ઝોન તરીકે ચિહ્રિનત થયેલ વિસ્તારોમાં કેટલીક પ્રવૃત્ત્િ।ઓ ફરીથી શરુ કરવાની ભલામણ કરી છે.

લોકડાઉન ૪.૦ માટે તૈયાર થઈ રહેલી માર્ગદર્શિકામાં પોતાના સૂચનો આપતા રાજય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરો કે જયાં કોરોના મહામારીની સ્થિતિ ગંભીર છે ત્યાં પણ ઘણી છૂટછાટ સૂચવી છે.

સરકારના ઉચ્ચ સૂત્ર દ્વારા જાણવા મળ્યા મુજબ, કોવિડ -૧૯ રોગચાળો અને ત્યારબાદ લોકડાઉનને કારણે રાજયમાં વધી રહેલા આર્થિક સંકટને ધ્યાનમાં રાખીને, ગુજરાત સરકારે કેન્દ્રને કડક સુરક્ષા માર્ગદર્શિકા સાથે સામાન્ય આર્થિક પ્રવૃત્ત્િ।ઓને મંજૂરી આપવા વિનંતી કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાજય સરકારે એવો મત આપ્યો છે કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં પણ કેટલાક વોર્ડને રેડ ઝોન તરીકે સૂચિત કરવા જોઈએ. જયારે આ શહેરોના ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં દૈનિક આર્થિક પ્રવૃત્તિ શરૂ થઈ શકે છે.

ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે કેન્દ્ર સરકારને મોકલાયેલી દરખાસ્તો મુજબ લોકડાઉન ૪.૦ દરમિયાન તમામ ધાર્મિક સામાજિક અને રાજકીય મેળાવડાને મંજૂરી આપવામાં નહીં આવે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે મલ્ટિપ્લેકસ બંધ રહેશે પણ મોલ્સની અંદર આવેલી દુકાનોને ઓછા સ્ટાફ અને કડક સેફ્ટી માર્ગદર્શિકા સાથે ફરી શરૂ કરવાની છૂટ આપવામાં આવશે.

રાજય સરકારે દરખાસ્ત કરી છે કે મર્યાદિત સમય માટે રેડ ઝોનમાં પણ નાની દુકાનો અને પેઢીઓને ખુલ્લી રહેવાની છૂટ આપવામાં આવે.

બીજી તરફ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઈ) અને રાજયની અન્ય વિવિધ વેપાર અને ઉદ્યોગ સંસ્થાઓએ લોકડાઉન પરત ખેંચવાની માંગ કરી છે. અથવા તો લોકડાઉન ૪.૦ દરમિયાન વૈકલ્પિક રીતે આર્થિક પ્રવૃત્તિ માટે મોટી છૂટછાટ આપવી જોઈએ તે સબબની માગણી કરી છે.

(10:36 am IST)