Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

ઉમરવા ગામ પાસે બે મો.સા.વચ્ચે અકસ્માત માં ત્રણ ને ઇજાઓ થતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ઉમરવા ગામ નજીક બે બાઇકો વચ્ચે અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થતાં આમલેથા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભાયલાલભાઈ રામજીભાઈ પરમાર,રહે ઉમરવા, તા.નાંદોદ ની ફરિયાદ મુજબ જયદીપભાઈ ગીરીશભાઈ વસાવા રહે વાઘોડીયા તા.નાંદોદ નાઓ એ પોતાના કબજાની મો.સા નંબર GJ 22 M 9373 ની પુરઝડપે અને બેફામ રીતે ચલાવી લાવી તેમની મો.સા.નંબર GJ.16 R 3625 સાથે એકસીડન્ટ કરી તેમને શરીરે ગેબી ઇજા કરી તથા પાછળ બેસેલ પ્રવિણભાઈને માથામાં ઈજા પહોચાડી તેમજ પોતાને પણ  ઇજાઓ પહોચાડી ગુનો કરતા આમલેથા પોલીસે જયદીપ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(12:20 am IST)
  • ગુજરાત યુનિવર્સિટીમાં ૧૦ લોકો કોરોના ગ્રસ્ત : ઉપકુલપતિ હોમ આઈસોલેટ : ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટાફના ૧૦ લોકોને કોરોના પોઝીટીવ આવ્યો છે જેમા યુનિવર્સિટીના રજીસ્ટારને પણ કોરોના વળગ્યો છેઃ ઉપકુલપતિ શ્રી જગદીશ ભાવસાર પણ હોમ આઈસોલેટ થયા છે access_time 2:36 pm IST

  • દિલ્હી કોમી તોફાનોના મામલામાં દિલ્હી કોર્ટે ઉમર ખાલિદને જામીન આપ્યા : જેલમાંથી છૂટયા બાદ તેને આરોગ્ય સેતુ એપ્લિકેશન પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાનો કોર્ટે નિર્દેશ કર્યો : ખાલિદનું 24 ફેબ્રુઆરી, 2020 ના રોજ ચાંદ બાગ પુલિયા નજીક મુખ્ય કારવાલ નગર રોડ પર થયેલી હિંસા સંદર્ભે નોંધાયેલી એફઆઈઆરમાં નામ આપવામાં આવ્યું હતું. access_time 7:40 pm IST

  • કોલબ્લોક ફાળવણી કૌભાંડના ઈડીના કેસોમાં દલીલો કરવા માટે સુપ્રિમ કોર્ટે ભૂતપૂર્વ ઍડી. સોલીસીટર જનરલ મનીંદરસિંઘ અને ધારાશાસ્ત્રી રાજેશ બત્રાની સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર તરીકે નિમણુંકો કરી છે access_time 1:28 pm IST