News of Friday, 16th April 2021
ઉમરવા ગામ પાસે બે મો.સા.વચ્ચે અકસ્માત માં ત્રણ ને ઇજાઓ થતા આમલેથા પોલીસે ગુનો દાખલ કર્યો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ઉમરવા ગામ નજીક બે બાઇકો વચ્ચે અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થતાં આમલેથા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભાયલાલભાઈ રામજીભાઈ પરમાર,રહે ઉમરવા, તા.નાંદોદ ની ફરિયાદ મુજબ જયદીપભાઈ ગીરીશભાઈ વસાવા રહે વાઘોડીયા તા.નાંદોદ નાઓ એ પોતાના કબજાની મો.સા નંબર GJ 22 M 9373 ની પુરઝડપે અને બેફામ રીતે ચલાવી લાવી તેમની મો.સા.નંબર GJ.16 R 3625 સાથે એકસીડન્ટ કરી તેમને શરીરે ગેબી ઇજા કરી તથા પાછળ બેસેલ પ્રવિણભાઈને માથામાં ઈજા પહોચાડી તેમજ પોતાને પણ ઇજાઓ પહોચાડી ગુનો કરતા આમલેથા પોલીસે જયદીપ વસાવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(12:20 am IST)