Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ભારે બરફ વર્ષાને કારણે ડીસા તાલુકામાં અનેક વાહનોના કાચ તૂટ્યા :શાકભાજી અને ટેટીના પાકને વ્યાપક નુકશાન

આકાશમાથી લગભગ ત્રણ ઇંચ વ્યાસ વાળા કરા પડવા માંડતા લોકો પણ અચંભિત

ડીસામાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો હતો. પહેલા તેજ પવન ફૂંકાયો અને ત્યારબાદ જોત જોતામાં આકાશમાથી લગભગ ત્રણ ઇંચ વ્યાસ વાળા કરા પડવા માંડતા લોકો પણ અચંભિત થઈ ગયા હતા.ડીસામાં થયેલી આ કરા વર્ષાથી વાહનોને પણ વ્યાપક નુકશાન પહોંચ્યું છે. આ ઉપરાંત શાકભાજીના પાકને પણ વ્યાપક નુકશાન પહોંચ્યું હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

    છેલ્લા ઘણા દિવસથી ડીસા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી જતાં લોકો ગરમીથી અકલાઈ ઉઠ્‌યા હતા.. પરંતુ ગઇકાલથી અચાનક મોસમે કરવટ લેતા વાતાવરણ વાદલછાયું થઈ ગયું હતું અને આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ અચાનક તેજ પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ જોત જોતામાં આકાશમાથી લગભગ ત્રણ ઇંચ વ્યાસના બરફના કરા પાડવાની શરૂઆત થઈ ગઈ હતી,. અચાનક આટલી મોટા આકારના બરફના કરા પડવાની શરૂઆત થતાં લોકો પણ અચંભિત થઈ ગયા હતા.

   ડીસા શહેરના રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ હતી.. બરફના કરા પડતાં સૂકા ભઠ્ઠ ડીસા શહેરમાં કશ્મીર જેવો માહોલ સર્જાયો હતો અને રસ્તાઓ પણ સફેદ બરફથી ઢંકાઈ ગયા હતા.આ ઉપરાંત બરફના કરાના આકાર એટલા મોટા હતા. કે તેનાથી ડીસામાં વાહનોના કાચ પણ ફૂટી ગયા હતા. અને વાહન ચાલકોને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

  . આ ઉપરાંત ડીસામાં આજે બપોર બાદ થયેલી ભારે કરા વર્ષાને લઈ ખેતીની વાત કરવામાં આવે તો ખેતીમાં ટેટીના પાકને પણ વ્યાપક નુકશાન પહોંચ્યું છે. ખેતરમાં ઉગેલી ટેટી પર બરફ વર્ષાની માર જોવા મળી હતી. બરફ વર્ષાને પગલે ખેતરમાં તૈયાર થયેલી ટેટીઆૅ પણ ફૂટી ગઈ છે. જેથી ખેડૂતોને મોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.

(8:24 pm IST)