Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

ઉમરેઠના ભાલેજની સીમમાં બોગસ જમીનના સર્ટિફિકેટ બનાવી કાકા-ભત્રીજાએ જમીન વેચી દેતા પોલીસ ફરિયાદના આધારે તપાસ શરૂ

ઉમરેઠ:તાલુકાના ભાલેજ ગામની સીમમાં આવેલી સહિયારી જમીન પૈકીની ૭૬.૩૮ ગુંઠા જેટલી જમીન કાકા અને ભત્રીજાએ બોગસ વહેંચણી કરાર બનાવીને તેના આધારે નામો કમી કરાવી વેચી મારતાં આ અંગે ભાલેજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર ભાલેજ ખાતે રહેતા અને નીલકંઠ પોલ્ટ્રીફાર્મ ધરાવતા ડિકુલભાઈ દિનેશભાઈ પટેલની ભાલેજ ગામની સીમમાં જુની શરતની બ્લોક/રે.સ.નં. ૫૨૭વાળી ૧-૪૮-૭૨ ક્ષેત્રફળ ધરાવતી જમીન આવેલી છે. આ જમીનનો કોઈ વહેંચણી કરાર થયો નહોતો અને કાકાઓ તેમજ તેમના સંતાનોના નામે આ જમીન ચાલતી હતી. પરંતુ ગત ૩૧મી જાન્યુઆરીના રોજ ડિકુલભાઈને વાતો વાતોમાંથી ખબર પડી હતી કે તેમની ઉક્ત સર્વેવાળી જમીન વેચાઈ ગઈ છે જેથી તેમણે ઉમરેઠની મામલતદાર કચેરીએથી તેની નકલો કઢાવતા ૫૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર થયેલો એક વહેંચણી કરાર મળી આવ્યો હતો. જેમાં તેમના પિતા તથા કાકાઓની સહીઓ કરવામાં આવી હતી અને તેના આધારે તેઓના નામો કાકા રમેશભાઈ પરસોત્તમભાઈ પટેલ અને તેમના પુત્ર વિપુલભાઈએ કમી કરાવી દીધા હતા. ત્યારબાદ જમીન એનએ કરાવી દઈને તારીખ ૩૦-૧-૧૮ના રોજ ૭૬.૩૮ ગુંઠા જેટલી જમીન કોઈને પણ અવેજ આપ્યા વગર આણંદ ખાતે રહેતા તનજીલાબેન અસ્ફાકબેન વ્હોરા અને આસેફાબેન આરીફભાઈ વ્હોરાને ૩૮ લાખમાં વેચી મારી હતી. 

(6:21 pm IST)