Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

બોરસદમાં લોભામણી સ્કીમની જાહેરાત લખી પશ્ચિમ બંગાળનો શખ્સ લાખોનું ફુલેકુ ફેરવી રફુચક્કર થઇ જતા તપાસ શરૂ

બોરસદ: શહેરના વાવડી મહોલ્લામાં રહેતા શેખ મુખ્તયાર નામના શખ્સ દ્વારા વાવડી મહોલ્લા જૂના સંઘ પાસે મદની જ્વેલર્સ નામની દુકાન કરી હતી અને સોના ચાંદીના ઘરેણાંનું વેચાણ કરતો હતો. તેણે પ્રથમ હપ્તા સિસ્ટમથી સોના અને ચાંદીના લોકોને આપવાની શરૂઆત કરી હતી. અને એક સ્કીમ મુજબ અમુક ચોક્કસ રકમ મહિનામાં જમા કરાવ્યા બાદ સોના અને ચાંદીના ઘરેણાં આપવામાં આવતા હતા. છેલ્લાં ૧૫ વર્ષથી શેખ મુખ્તિયાર બોરસદમાં જ રહેતો હતો અને અહીંયા ધંધો કરતો હોઈ તેની સારી એવી છાપ ઊભી થઈ હતી અને બજારમાં પણ તેણે છાપ ઊભી કરી હતી. જેને લઈ લોકોમાં વિશ્વાસપાત્ર બન્યો હતો. થોડા સમય અગાઉ શેખ મુખત્યાર દ્વારા મદની એકતા બચત ખાતા નામની સ્કિમ શરૂ કરવામાં આવી હતી. જેમાં ૧૦૦, ૨૦૦, ૩૦૦, ૪૦૦, ૫૦૦ રૂપિયાની અલગ અલગ સ્કીમોની ચોપડીઓ આપવામાં આવતી હતી અને જે નંબરને બમ્પર ઈનામ લાગે તેની આગળ અને પાછળના પાંચ નંબરોને આશ્વાસન ઈનામો આપવામાં આવતા હતા. 

(6:17 pm IST)