Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

નર્મદાના પાણીનું ટેસ્ટિંગ હાથ ધરતા આંચકાજનક પરિણામ સામે આવ્યું: ટીડીએસનું પ્રમાણ 25546 પ્રતિ લીટર મળી આવતા ચકચાર

વડોદરા:મધ્ય પ્રદેશના અમરકંટકથી નીકળીને ગુજરાતમાં ગરૃડેશ્વરથી દહેજ સુધી ૧૬૧ કિ.મી.ના વિસ્તારને આદિકાળથી નવપલ્લવિત કરતી, નવજીવન આપતી લાખો મનુષ્યો, પશુ, પંખીઓ, જીવજંતુઓ અને પર્યાવરણ માટે જીવાદોરી સમાન 'નર્મદા'નદીનું અસ્તિત્વ લગભગ ખતમ થવાની સ્થિતિમાં છે. બારેમાસ વહેતી નદીનો પટ રણમાં ફેરવાઇ ગયો છે. જે નદીનું પાણી 'અમૃત' હતુ તે નદીનું પાણી તંત્રના પાપે 'ઝેર' બન્યુ છે. પર્યાવરણ અંગે ચિંતીત કેટલીક સંસ્થાઓએ તા. ૬ એપ્રિલ શનિવારે નાંદ ગામથી ભાડભૂત સુધીના નર્મદાના ૬૦ કિ.મી.ના વિસ્તારમાં પાણીના સેમ્પલ લીધા હતા અને તેનું લેબ ટેસ્ટિંગ કરતા આંચકાજનક પરિણામો આવ્યા છે.

પાણીમાં ટીડીએસ (ટોટલ ડિઝોલ્વડ સોલિડ)નું પ્રમાણ પ્રતિ લીટર ૫૦૦ મિલીગ્રામથી વધુ હોય તો તે પ્રદૂષિત ગણાય છે. હવે જાણીને આંચકો લાગશે કે નર્મદામાં ટીડીએસનું પ્રમાણ ૨૫,૫૬૪ ટીડીએસ પ્રતિ લીટર મળ્યુ છે. આ ઉપરાંત કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, ડિઝોલ્વડ ઓક્સિજનના પ્રમાણ પણ ખૂબ ઊંચા પ્રમાણમાં મળી આવ્યા છે.

(6:02 pm IST)