Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

વડોદરામાં આઇપીએલ પર સટ્ટો રમાડતા વાઘોડિયાના દુકાનદારને પોલીસે બાતમીના આધારે ઝડપ્યો

વડોદરા:આઇપીએલની મેચો પર સટ્ટો રમવાના અડધો ડઝન જેટલા કેસો થઇ ગયા હોવા છતાં હજી આઇપીએલની મેચો પર ધૂમ સટ્ટો રમાઇ રહ્યો છે.વાઘોડિયા રોડ પર ગઇરાતે પોલીસે એક દુકાનદારને સટ્ટો રમાડતાં ઝડપી પાડયો હતો.વાઘોડિયા રોડ પર ડી માર્ટ નજીક એક્સલ શૂઝના ગોડાઉનનો સંચાલક સટ્ટો રમી રહ્યો હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે છાપો માર્યો હતો.પોલીસે છાપો મારતાં દુકાનદાર રંગેહાથ ઝડપાઇ ગયો હતો.પોલીસની તપાસમાં રાહુલ સુભાષભાઇ શેઠ(રહે.કોર્ટયાર્ક નગર,વિભાગ-૪, શાસ્ત્રી બાગ પાસે,વાડી) મુંબઇ ઇન્ડિયન અને રાજસ્થાન રોયલ્સ મેચ ઉપર ગ્રાહકો સાથે સટ્ટાનો હિસાબ કરી રહ્યો હતો.પોલીસે તેની પાસે ૨ મોબાઇલ, ટુ વ્હિલર અને રોકડા રૃા.૩૮૪૬૦ મળી કુલ રૃા.૬૮ હજારની મત્તા કબજે કરી હતી.

(5:17 pm IST)
  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST

  • કાલાવડ રોડ-મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે સામાન્‍ય વરસાદમાં અનેક વાહન ચાલકો સ્‍લીપ થયાઃ એકને ઈજા : શહેરના કાલાવડ રોડ મહિલા કોલેજ બ્રીજ પાસે સામાન્‍ય વરસાદમાં રોડ ભીના થતા રોડ ઉપર અનેક વાહનચાલકો સ્‍લીપ થયા હતા. એક સ્‍કૂટર ચાલકને ઈજાગ્રસ્‍ત હાલતમાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત હોસ્‍પીટલે પણ ખસેડવામાં આવેલ છે. access_time 4:34 pm IST

  • અમેરિકન એરલાઇન્સે ૧૯ ઓગસ્ટ સુધી ૧૧૫ ફ્લાઇટ્સ રદ કરી : બોઇંગ ૭૩૭ મેકસને નડેલા ભયાનક અકસ્માતો સંદર્ભે ૧૯ ઓગસ્ટ સુધીમાં મેકસ ૭૩૭ વિમાનોની સમશ્યા દૂર થઈ જશે access_time 3:30 pm IST