Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

અમદાવાદમાં 16 વર્ષની સગીર માસીને લગ્નની લાલચ આપી ભાણિયો ભગાડી ગયો :તપાસ શરૂ

સગીરાના ભાઈએ ભાણિયા સામે બહેનના અપહરણની ફરિયાદ નોંધાવી.

અમદાવાદ : શહેરનાં સરદારનગરમાં રહેતી 16 વર્ષની સગીરાને તેનાં જ કૌટુંબિક બહેનનો 22 વર્ષનો પુત્ર લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો છે. સગીરાના ભાઈએ ભાણિયા સામે બહેનના અપહરણની ફરિયાદ નોંધાવી છે. એરપોર્ટ પોલીસે ગુનો નોંધી બંનેની તપાસ શરૂ કરી છે.

   આ મામલે મળતી માહિતી પ્રમાણે સરદારનગરના હાંસોલ ગામમાં રહેતી 16 વર્ષની સગીરાને તેના 22 વર્ષનો કૌટુંબિક ભાણિયા સાથે ભાગી ગઇ હતી. આ ઘટનાની જાણ થતા કૌટુંબિક ભાણિયા સામે સગીરાના ભાઈએ લગ્નની લાલચ આપી અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેની નાની બહેન ધો-8 પાસ છે. બહેન ઘરોમાં છૂટક કામ કરતી હતી. સગીરા છેલ્લા પાંચ મહિનાથી ઓઢવમાં રહેતા કૌટુંબિક ભાણિયા સાથે વાતો કરકી હતી.

   ગુરુવારે બહેન કહ્યા વગર ઘરેથી જતી રહી છે. બહેન ન મળતા યુવકના ઘરે યુવાનની તપાસ કરાવી તો તે પણ ઘરમાં ન હતો. જેથી સગીરાના ભાઈએ ભાણિયા સામે પોતાની બહેને લગ્નની લાલચ આપી ફોસલાવી અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી. એરપોર્ટ પોલીસે ગુનો દાખલ કરી બંન્નેની શોધખોળ હાથ ધરી છે.

(12:57 pm IST)
  • કાલાવડ રોડ-મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે સામાન્‍ય વરસાદમાં અનેક વાહન ચાલકો સ્‍લીપ થયાઃ એકને ઈજા : શહેરના કાલાવડ રોડ મહિલા કોલેજ બ્રીજ પાસે સામાન્‍ય વરસાદમાં રોડ ભીના થતા રોડ ઉપર અનેક વાહનચાલકો સ્‍લીપ થયા હતા. એક સ્‍કૂટર ચાલકને ઈજાગ્રસ્‍ત હાલતમાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત હોસ્‍પીટલે પણ ખસેડવામાં આવેલ છે. access_time 4:34 pm IST

  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST

  • અમેરિકન એરલાઇન્સે ૧૯ ઓગસ્ટ સુધી ૧૧૫ ફ્લાઇટ્સ રદ કરી : બોઇંગ ૭૩૭ મેકસને નડેલા ભયાનક અકસ્માતો સંદર્ભે ૧૯ ઓગસ્ટ સુધીમાં મેકસ ૭૩૭ વિમાનોની સમશ્યા દૂર થઈ જશે access_time 3:30 pm IST