Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

રેશમા પટેલ બાદ ચિરાગ પટેલ પણ ભાજપને છોડવાના મૂડમાં: કહ્યું મારી માગ પૂરી નહીં થશે તો પાર્ટી છોડી દઈશ

પાટીદાર શહીદોના સભ્યોને નોકરી આપવાની માંગને લઇને ચિરાગ પટેલે કર્યા ધરણા

 

અમદાવાદ :પાટીદાર આનામત આંદોલન સમિતિમાંથી ભાજપ જોડાયેલ રેશ્મા પટેલે તાજેતરમાં ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ રેશ્મા પટેલ સાથે ભાજપમાં જોડાયેલ ચિરાગ પટેલ પણ રેશમા પટેલના પગલે ભાજપને છોડવાના મૂડમાં હોવાના સંકેત મળે છે અનામત આંદોલન સમયે પાટીદાર સમાજના શહીદ યુવકોના પરિવારજનોને સરકાર દ્વારા નોકરી આપવાની માંગ સાથે ભાજપના સભ્ય ચિરાગ પટેલ દ્વારા એક કલાકના ધરણા કરવામાં આવ્યા હતા

    ધરણા પહેલા એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો છે એટલે શહીદ શ્વેતાંગના પરીવારજનો દ્બારા ધરણા કરવામાં આવશે. પરંતુ મીડિયાના પ્રતિનિધિઓ જ્યારે ધરણા સ્થળ પર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે, ધરણા ભાજપમાં જોડાયેલા ચિરાગ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને ધરણા હાર્દિકના વિરોધમાં નહીં પણ પાટીદાર શહીદોના પરીવારના સભ્યોને વહેલી તકે નોકરી આપવાની માગને લઇને કરવામાં આવી રહ્યા છે.

  બાબતે ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, અમે જે લોકોએ પાટીદાર અનામત આંદોલનમાં સાથે કામ કર્યું હતું, તે લોકો એક કલાકના ધરણા પર બેઠાં છીએ અને ધરણામાં શહીદ યુવકના પરિવારજનોને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. ત્યારે તેમની સાથે અમારી ચર્ચા થઇ હતી કે, તમારા પરિવારના સભ્યની અર્ધ સરકારી નોકરીની અમે સરકારમાં રજૂઆત કરી છે અને એના માટે સરકાર પોઝીટીવ છે. આવનારા એકાદ મહિના સામાજિક સંસ્થાઓ અને અમારા પ્રયત્નોથી 100% પોઝીટીવ પરિણામ મળશે.

 ચિરાગ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નોકરીની વાત પર અમારા જે કંઈ પણ પ્રયત્નો ચાલે છે, તેનું પરિણામ આજે મળવા જઈ રહ્યું છે એટલે આના નામે રાજનીતિ થવી જોઈએ. જેના કારણે હું મીડિયાના માધ્યમથી કહેવા માંગું છું કે, એક મહિનાની અંદર શહીદોના પરિવારના સભ્યને નોકરી નહીં મળે તો ચિરાગ પટેલ ભાજપમાંથી રાજીનામું આપી દેશે.

 હાર્દિક પટેલ પર આક્ષેપો કરતા ચિરાગ પટેલે જણાવ્યું હતુ કે, જે સમયે આંદોલન ચાલતું હતું ત્યારે સરકારે EBC આપી હતી, ત્યારે તેઓ એમ કહેતા હતા કે, સરકાર અનામત આપશે તો સરકારની સાથે રહીને કામ કરીશું ત્યારે આજે સરકારે 10% અનામત આપી દીધું છે તો તમે કોંગ્રેસમાં જોડાઓ છો એટલે લોકો સમાજના કામ કરવાના બદલે માત્ર રાજનીતિ કરવા માટે નીકળ્યા હતા.

 

(10:37 pm IST)
  • જૂનાગઢ પોલીસને મોટી સફળતા ;બેહોશીની દવાઓ પીવડાવીને ગુજરાત,રાજસ્થાન અને મહારષ્ટ્રમાં અનેક ચોરી અને લૂંટને અંજામ આપનારા શખ્શ હાજી હાસનને રાજસ્થાનથી ઝડપી લેવાયો :ભાવનગર વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલ હત્યા અને લૂંટનો ભેદ ઉકેલાયો :22 ગુન્હા પરથી પડદો ઉંચકાયો access_time 7:50 pm IST

  • આજે ભાજપ ખોલશે પતાઃ પ્રથમ યાદી આવશેઃ ૧૦૦ ઉમેદવારો જાહેર થશેઃ નવી દિલ્હીઃ આજે ભાજપ સંસદીય પક્ષની બેઠક મળી રહી છેઃ ૧૦૦ જેટલા ઉમેદવારો જાહેર કરાશેઃ પ્રથમ યાદીમાં જ પીએમ મોદીનું નામ હશેઃ તેઓ વારાણસીથી ચૂંટણી લડશેઃ બિહાર માટેના નામોનું એલાન થઇ શકે છે. આ ઉપરાંત પ.યુપી, ઉત્તરાખંડ, દિલ્હી, પ.બંગાળ, ઓડીશા, મહારાષ્ટ્રના પણ કેટલાક નામો હશેઃ તેલંગણા અને આંધ્રની બધી બેઠકોના નામ જાહેર થશે કારણ કે ત્યાં ૧૧ અને ૧૮ એપ્રિલે મતદાન છે access_time 11:22 am IST

  • પાકિસ્તાનમાં ફુટયો 'મિર્ચી' બોંબ : મરચાનો ભાવ ૪૦૦ રૂપિયે કિલોઃ ર૪ ના કિલો ટમેટાનો ભાવ ર૦૦ રૂપિયાઃ ભારતીય નિકાસબંધીની અસર access_time 4:06 pm IST