Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ગુજરાતની તમામ સીટ પર વિજય મેળવશું :દેશભરમાં કોંગ્રેસ તરફી માહોલ બન્યો છે :પ્રદેશ પ્રભારી રાજીવ સાતવનો દાવો

છેલ્લા છ મહિનાથી બુથ સંગઠન પર કામ કર્યું :જિલ્લા અને બ્લોકસ્તરની કામગીરી કરી

અમદાવાદ :લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતા રાજકીય પક્ષો પોતપોતાના ઉમેદવારોની પસંદગી હાથ ધરી છે અને ચૂંટણી અભિયાન અંગે દાવ ખેલી રહ્યાં છે ત્યારે કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવે દાવો કર્યો છે કે  દેશમાં કોંગ્રેસ તરફી માહોલ છે અને કોંગ્રેસ ગુજરાતની તમામ  બેઠકો પર વિજય મેળવશે.

  રાજીવ સાતવે કહ્યું, છેલ્લા 6 મહિનાથી બૂથ સંગઠન પર કામ થયું છે અને જિલ્લા અને બ્લોક સ્તરની કામગીરી કરી છે. જિલ્લા બ્લોક સ્તરના નેતાઓ સાથે વાતચીત કરવા સાથે કાર્યકર્તાઓ પાસેથી રિપોર્ટ લીધો હતો. કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગ યોજાઈ બાદ રાહુલજી અને પ્રિયંકાજીની સભા થઈ અને માહોલ કોંગ્રેસ તરફી થઈ ગયો છે.

   રાજીવ સાતવેં એમ પણ કહ્યું હતું કે અમે તો 4 ઉમેદવારો જાહેર કર્યા છે, ભાજપ પાસે ઉમેદવારોની યાદી નથી. જે સહયોગીથી જીતી શકે તેમ છે, તેમને યુવાનો અને સીનિયર લીડરને ચાન્સ મળશે. 2017નું પરિણામ 1985થી વધુ સારુ રહ્યું છે

  રાજીવ સાતવે વધુમાં જણાવ્યું, અમારી ટીમે શહેરી વિસ્તારમાં જે ઉણપ હતી તેનું વિશ્લેષણ કરી અને અમે એક વર્ષ અગાઉથી જ કામ કર્યું છે. અલ્પેશ હોય કે હાર્દિક પટેલ હોય જે કોઈ કોંગ્રેસમાં જોડાય તે કોંગ્રેસ પરિવારનો જ હિસ્સો છે, સૌને ન્યાય મળશે સૌની લાગણીનું ધ્યાન રાખવામાં આવશે. અમે સૌને સાથે લઈને ચાલવામાં માનીએ છીએ. ”

(9:16 pm IST)