Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ઉમરેઠના પણસોરામાં જવેલર્સની દુકાનમથી તસ્કરોએ કરેલ ચોરીનો પ્રયાસ નિષ્ફ્ળ રહ્યો: રહીશો જાગી જતા દોડધામ

ઉમરેઠ તાલુકાના પણસોરા ગામે ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ એક જ્વેલર્સની દુકાનનું તાળુ તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે રહીશો જાગી જતાં તસ્કરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 

ઘટનાની મળતી વિગતો અનુસાર પણસોરા ટાવર પાસે એક જ્વેલર્સની દુકાન આવેલી છે જેમાં ગઈકાલે મધ્યરાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા. તાળા તોડીને શટરો ઊંચુ કરી રહ્યા હતા ત્યારે થયેલા ખખડાટને કારણે આસપાસ રહેતા રહીશો જાગી ગયા હતા અને બૂમાબૂમ કરી મુકતા તસ્કરો ત્યાંથી ભાગ્યા હતા. ઘટનાની જાણ ભાલેજ પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને તપાસ હાથ ઘરી હતી પરંતુ કોઈ મળી આવ્યુ નહોતુ. 

સુત્રોના જણાવ્યા અનુસાર તસ્કરો મહારાષ્ટ્ર પાસીંગની ઈકો કાર લઈને ચોરી કરવા માટે આવ્યા હતા. જેથી પોલીસે ઈકો કારની તલાશ હાથ ધરી છે.

 

(6:48 pm IST)