Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

વડોદરામાં ફરી લકઝૂરીયસ કારની ચોરી કરનાર સ્વીફ્ટ ગેંગ સક્રિય: મકરપુરા ડેપો પાછળ આવેલા ગીરધર પાર્કમાં સ્કોર્પીયો કારની ચોરી

મોબાઇલની લાઇટથી પહેલા કારની નંબર પ્લેટ કાઢી લીધા બાદમાં કારનો કાંચ તોડી ફ્યૂઝ કાઢી નાખતા સાયરન વાગતુ નથી અને સહેલાઇથી આ ટોળકી સ્કોર્પીયો કારની ચોરી કરી ફરાર

વડોદરામાં શહેરમાં ફરી એક વખત લકઝૂરીયસ કારની ચોરી કરનાર સ્વીફ્ટ ગેંગ સક્રિય બની છે. લકઝૂરીયસ કાર ચોરી કરનાર ટોળકી રાજસ્થાનના સાંચોરની હોવાનુ માનવામાં આવી રહ્યું છે. લકઝૂરીયસ કારની ચોરી કરી આ ટોળકી તેનો ઉપ્યોગ દારુ તેમજ ગાંજાની હેરાફેરીમાં વાપરતા હોવાના કિસ્સાઓ પણ પોલીસ ચોપડે નોંધાયેલા છે

 . શહેરના મકરપુરા ડેપો પાછળ આવેલા ગીરધર પાર્કમાં રહેતા ઇન્ડસટ્રીયાલીસ્ટ નિરજ યાદવ ગત તા. 14 ફેબ્રુઆરીના રોજ પોતાની ફેકટરીએથી કામ પતાવી રાતના સમયે ઘરે પહોંચ્યાં હતા. જ્યાં રાતના સમયે તેઓ જમી પરવારી સુંઇ ગયા હતા. જ્યારે સવારે ઉઠી તેમને ઘરની બહાર નજર કરી તો તેઓની સ્કોર્પીયો કાર જોવા મળી ન હતી. જેથી આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતા તેઓ દંગ રહીં ગયા હતા.

સીસીટીવીની તપાસ કરતા સવારે 4-43 વાગે એક સફેદ રંગની સ્વીફ્ટ કાર પહેલા પાર્ક કરેલી સ્કોર્પીયો તરફ જાય છે, બાદમાં એ કાર થોડે દૂર પાર્ક કરી એક શખ્સ બહાર નિકળે છે. મોબાઇલની લાઇટથી પહેલા કારની નંબર પ્લેટ કાઢી લેવામાં આવે છે. બાદમાં કારનો કાંચ તોડી ફ્યૂઝ કાઢી નાખતા સાયરન વાગતુ નથી અને સહેલાઇથી આ ટોળકી 5 વાગ્યાના અરસામાં સ્કોર્પીયો કારની ચોરી કરી ફરાર થઇ જાય છે.

આમ પોતાની કાર ચોરી થયાની ખાતરી થતાં હાઇવે પરના સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં પણ ચોર ટોળકીની સ્વીફ્ટ કાર અને ચોરી કરવામાં આવેલા સ્કોર્પીયો કાર બન્ને નજરે પડે છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં આજ રીતે માંજલપુર સહિત શહેરના અન્ય વિસ્તાતરોમાંથી લકઝૂરીયસ કારની ચોરી કરવામાં આવી હતી. આ લકઝૂરીયલ કારની ચોરી કરવા માટે ટોળકી એ સમયે પણ સફેદ સ્વીફ્ટ કારનો ઉપ્યોગ કર્યો હતો. જેના સીસીટીવી પણ સામે આવ્યાં હતા. જોકે ચોરાયેલા આ કાર પૈકીના એક કાર માલિકે તપાસ કરતા તેમની કાર રાજસ્થાનના સાંચોર ખાતે હોવાની વિગતો જાણવા મળી હતી. પરંતુ કાર હાથ લાગી ન હતી. આ બનાવના લાંબા સમય બાદ ચોરી થયેલી ફોર્ચ્યુનર કાર અકસ્માત થયેલી હાલતમાં મળી આવી હતી

(12:38 am IST)