Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

દેવમોગરા ગામમા રૂ.૩૭૦૦નાં અંગ્રેજી દારૂનાં મુદ્દામાલ સાથે ત્રણ મહિલાઓ સામે ગુનો દાખલ થયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામમાં અંગ્રેજી દારૂ રાખનાર ત્રણ મહિલાઓ વિરુદ્ધ પોલીસે ગુના દાખલ કર્યા હતા

 મળતી માહિતી અનુસાર સાગબારા પોલીસે પ્રોહી.ની રેડ દરમિયાન દેવમોગરા ગામમાં રેડ કરતા શકીલાબેન કુલસીંગભાઇ રૂપાભાઇ વસાવાએ પોતાના ઘરના પાછળ અડાળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બિયર ટીન  તથા પ્લા.ના ક્વાટરીયા મળી કુલ રૂ.૭૦૦નાં મુદ્દામાલ સાથે પકડાઈ જતા ગુનો દાખલ કર્યો છે.જ્યારે એ જ ગામ માંથી યશોદાબેન વિનેશભાઇ વસાવા નાં ઘર માંથી રૂ.૧૩૦૦ નાં વિદેશી દારૂનાં મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા.જ્યારે ત્રીજો બનાવમાં સંધ્યાબેન દિલાવરભાઇ વસાવા( રહે. દેવમોગરા )ના ઘરમાંથી અંગ્રેજી દારૂ કીમત રૂ.૧૭૦૦ નાં મુદ્દામાલ સાથે પકડાઈ જતા સાગબારા પોલીસે ત્રણ ગુનાઓમાં કુલ રૂપિયા ૩,૭૦૦ નાં મુદ્દામાલ સાથે ત્રણ મહિલાઓ વિરુદ્ધ ગુના દાખલ કર્યા છે

(11:16 pm IST)